તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવનગર રેલવેમાં પાર્કિંગ સુવિધા અગવડભરી બની

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રેલવેએ નો પાર્કિંગનું બોર્ડ મારી નાની જગ્યામાં મફત પાર્કિગની સુવિધા કરી

ટ્રાન્સ્પોર્ટેશન રિપોર્ટર | ભાવનગર | 11 જાન્યુઆરી
ભાવનગર રેલવે સ્ટેશને વાહનો પાર્ક કરવા જનારા�ઓને પાર્કિંગની જગ્યાએ જ છેલ્લા કેટલાક દિવસથી નો પાર્કિંગની સૂચના આપતું બોર્ડ જોવા મળતાં ભારે પરેશાનીનો અનુભવ થઇ રહ્યો છે. અલબત્ત, અહીં નવું પાર્કિંગ બનતું હોવાને કારણે રેલવેએ એવું બોર્ડ મારી દીધું છે કે - સાઇકલ સ્કૂટર પાર્કિંગ બંધ કરેલ છે.

આ મામલે ભાવનગર રેલવેના ડીસીએમ માશુક અહેમદને પૂછતાં તમણે જણાવ્યું કે હાલના પાર્કિંગના સ્થળે નવું પાર્કિંગ બની રહ્યું હોવાને કારણે દોઢેક મહિના સુધી આ પાર્કિંગ બંધ કરાયું છે. પરંતુ તે સામેની જગ્યા પર ફ્રી પાર્કિગની સુવિધા કરાઇ છે. નવું પાર્કિંગ લગભગ દોઢ મહિનામાં લોકોને મળી શકશે એવો અંદાજ બાંધી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...