દલિતો પર થઈ રહેલા અત્યાચારનો ગુરૂવારે કરાશે વિરોધ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજસ્થાનના અલવરમા થયેલા ગેંગરેપ, બાવળામાં જાહેર રસ્તા ઉપર મર્ડર, દલિતને ઘોડા ઉપર નહીં બેસવા દેવા અને ગ્રામજનો દ્વારા બહિષ્કાર કરવામાં આવેલ, ગંભીસર ગામમાં પોલીસ કર્મચારીઓની હાજરીમાં દલિતોને માર મારવામાં આવ્યો છતાં ડીવાયએસપી ઉપર કોઇ પગલા નહીં લેવાતા આ તમામ મુદ્દે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા આગામી 16મી મે ને ગુરુવારે સાંજે 4 કલાકે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવશે. છેલ્લા ઘણા સમયથી દલિતો પર થઈ રહેલા અત્યાચાર સામે રોષ વ્યક્ત કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...