ગત વર્ષે ભાવનગર જીલ્લામાં મેલેરિયાના તાવના માત્ર 75 જેટલા કેસ જ નોંધાયા હતા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાવનગરમાં મેલેરિયાનુ઼ં પ્રમાણ ત્રણ વરસથી ઉત્તરોત્તર ઘટી રહ્યું છે. મેલેરિયા સંબંધિત સરવૈયામાં એ જાણવા મળી રહ્યું છે કે ચાલુ વરસમાં ભાવનગર જીલ્લા ગ્રામ્ય વિસ્તારોમાં માત્ર 75 કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગ 2022ની સાલમાં મેલેરિયાને નાબૂદ કરવાની ગણતરી સાથે કામ કરી રહ્યો છે ત્યારે આ સ્થિતિ આશાજનક માનવામાં આવી રહી છે.

વિગતો અનુસાર ભાવનગર જીલ્લામાં ગ્રામ્ય વિભાગમાં મેલેરિયાના 75 કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગ 2022ની સાલમાં મેલેરિયાને નાબૂદ કરવાની ગણતરી સાથે કામ કરી રહ્યો છે ત્યારે આ સ્થિતિ આશાજનક માનવામાં આવી રહી છે. શહેરની મેલેરીયા સંબંધિત સ્થિતિ જોવામાં આવે તો 2015માં 236, 2016માં 210, 2017માં 89 અને 2018માં મેલેરિયાના 61 કેસ નોંધાયા હતા. એ જ રીતે ગ્રામ્ય વિસ્તારોની સ્થિત પણ આશાજનક છે. જીલ્લામાં 2015માં 371, 2016માં 277, 2017માં 354 અને 2018માં 103 કેસ મેલેરિયાના નોંધાયા હતા.ભાવનગરમાં મેલેરિયાના 70 કેસ નોંધાયા છે. જીલ્લા આરોગ્ય વિભાગના મેલેરિયા અધિકારી ડો. બળવંત બોરીચાએ કહ્યું કે આરોગ્ય વિભાગ 2022માં મેલેરિયાને નાબૂદ કરવાની ગણતરીતી કામ કરી રહ્યો છે અને આંકડાવારી જોતાં આ ટાર્ગેટ આસાનીથી સર કરી શકાશે તેમ માની શકાય છે. ભાવનગર ડીસ્ટ્રીક્ટ મેલેરિયા ઓફિસર ડો. બળવંત બોરીચાએ કહ્યું કે મહુવાના માઢીયા સીએસસીમાં જીલ્લાના સૌથી વધુ કેસ હતા તે ઘટ્યા છે. 2017માં આ વિસ્તારમાં 177 કેસ હતા તે 2018માં 38 કેસ સુધી નીચે આવ્યા હતા. અને ચાલુ વરસમાં આ વિસ્તારમાં માત્ર 24 કેસ નોંધાયા છે. એટલે આરોગ્યની દ્રષ્ટિએ મેલેરિયા મામલે ચેલેન્જેબલ વિસ્તારને નાથવામાં સફળતા મળી છે તેથી એમક માની શકાય છે 2022માં જીલ્લામાંથી મેલેરિયાને નાબૂદ કરવામાં સફળતા મળશે.

2017માં 354 અને 2018માં 103 કેસ : 2019માં 30 ટકા જેટલા દર્દીઓ ઘટતા હાશકારો
અન્ય સમાચારો પણ છે...