ધો.12 સાયન્સની પરીક્ષામાં ગુણ ચકાસણી માટે ઓનલાઇન પ્રક્રિયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર ¿ ભાવનગર 10 મે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગઇ કાલે ધો.12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું તેમાં વિદ્યાર્થીઓ સાયન્સના મુખ્ય ચાર વિષયોની ઉત્તરવહીઓનું અવલોકન કરાવી શકાશે. આ પ્રક્રિયા ઓનલાઇન થશે. ,પરિણામ જાહેર થયાના બે દિવસ બાદથી સાત દિવસ સુધીમાં અરજી કરી શકાશે. એક વિષયની ગુણ ચકાસણી માટે રૂા.100ની ફી દેવાની રહેશે. ગુણ ચકાસણી તમામ વિષયોની કરાવી શકાશે. જ્યારે ઉત્તરવહી અવલોકન માટે વિષય દીઠ રૂા.300 ફી લેવામાં આવશે. બોર્ડની વેબસાઇટ www.gseb.org પર ગુણ ચકાસણી માટે અરજી કરવાની રહેશે.

ઉત્તરવહી અવલોકન ચાર વિષયનું થશે જેમાં ગણિત, જીવ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાનનો સમાવેશ થાય છે. ઉત્તરવહીના અવલોકનના સ્થળ, તારીખ અને સમયની જાણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર મુકવામાં આવશે. આ માટેની અરજી ફક્ત બોર્ડની વેબસાઇટ પરથી જ સ્વીકારવામાં આવશે. આ અંગેની નિયત ફી વેબસાઇટ પર ફોર્મ ભરતી વખતે ઓનલાઇન અથવા તો ઓફ લાઇન ભરી શકાશે. વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં જે ઉમેદવારો થિયરી અને પ્રેક્ટિકલના એક વિષયમાં નાપાસ થયા છે તેવા ઉમેદવારો માટે આગામી જુલાઇ માસમાં પૂરક પરીક્ષા લેવામાં આવશે. સૈદ્ધાંતિકના એક વિષય માટે રૂા.165 અને પ્રક્ટિકલ માટે રૂા.100 ફી લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...