તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘોઘા-હજીરા ફેરી સર્વિસ માટે વધુ એક વખત GMBનું ટેન્ડર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સમગ્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને દરિયાઇ માર્ગ સાથે જોડવા માટે સૌથી અગત્યની ગણાતી ઘોઘા-હજીરા ફેરી સર્વિસને પ્રથમ ગ્રાસે મક્ષિકાની જેમ મળેલી નિષ્ફળતા બાદ આળસ ખંખેરી બેઠા થયેલા ગુજરાત મેરિટાઇમ બોર્ડ (જીએમબી) દ્વારા પુન: ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે.

ઘોઘા-દહેજ રો-પેક્સ ફેરી સર્વિસમાં સતત આવી રહેલા સરકારી અવરોધો અને જીએમબી દ્વારા ડ્રેજીંગ સહિતની બાબતોએ સેવવામાં આવી રહેલા દુર્લક્ષને કારણે નવા ઓપરેટરોમાં ડર પેસી ગયો છે, અને જીએમબી દ્વારા ઘોઘા-હજીરા ફેરી સર્વિસ માટે અગાઉ બહાર પાડવામાં આવેલ ટેન્ડર પ્રક્રિયામાં એકપણ પાર્ટીએ રસ દાખવ્યો ન હતો અને તંત્રના ભાગે નિષ્ફળતા આવી હતી. ફક્ત ઘોઘા-હજીરા માટે જ નહીં, પરંતુ ઓખા-માંડવી, રોજી-ઓલ્ડ મુંદ્રાની ફેરી સર્વિસ માટે પણ કોઇએ ટેન્ડર ભર્યુ ન હતુ.

ઘોઘાથી હજીરા ફેરી સર્વિસ ચલાવવાના શમણા નાગરિકોને બતાવવામાં આવ્યા હતા, તેના ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યા હતા, પરંતુ ઘોઘા-દહેજ રો-પેક્સ ફેરી સર્વિસના કોન્ટ્રાક્ટરના માઠા અનુભવને ધ્યાનમાં રાખીને એકપણ કોન્ટ્રાક્ટર દ્વારા બિડ ભરવામાં આવી ન હતી, અને ટેન્ડર રદ્દ કરવા પડ્યા છે. આવી જ રીતે સુરત-મુંબઇ પેસેન્જર ફેરી ક્રુઝ સર્વિસનું પણ બાળ મરણ થયું છે, આ સેવામાં પણ મુસાફરોએ કોઇ રસ દાખવ્યો ન હતો અને અંતે બંધ કરવી પડી છે.

ઘોઘા-હજીરાના નવા ટેન્ડરનું અમલીકરણ તા.16 જાન્યુ.થી, પ્રી-બીડ કોન્ફરન્સ તા.27 જાન્યુએ, ઓનલાઇન ટેન્ડર ભરવાની અંતિમ તારીખ 29મી ફેબ્રુઅારી, અને બિડ ખોલવાની તારીખ 2જી માર્ચ 2020 રાખવામાં આવી છે. એક વખત નિષ્ફળતા મળ્યા બાદ ઓપરેટરોને આકર્ષવા માટે GMB દ્વારા પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો