તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મંગળવારે પૂ.આઇ સોનલ માતાનાે જન્મોત્સવ ઉજવાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | ચારણ-ગઢવી જ્ઞાતિના શ્રદ્ધેય પૂજ્ય સોનલ માતાના જન્મોત્સવની તા.8 જાન્યુઆરીને મંગળવારે ઉજવણી કરવામાં આવશે. ચારણ-ગઢવી જ્ઞાતિના શ્રદ્ધેય પૂ. સોનલમાનો 95મો જન્મ દિન પોષ સુદ-2, તા.8 જાન્યુઆરીને મંગળવારે ચારણ ગઢવી બોર્ડિંગ, જેલ રોડ, ભાવનગર ખાતે ધર્મોલ્લાસભેર ઉજવવામાં આવશે. આ પવિત્ર દિવસે સવારે 8 કલાકથી બપોરના 3 વાગ્યા સુધી વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યાં છે. જેમાં સમૂહ પ્રાર્થના, શોભાયાત્રા, દીપ પ્રાગટ્ય, વિદ્યાર્થી�ઓ દ્વારા ગાન, તેજસ્વી વિદ્યાર્થી�ઓનું સન્માન, દાતા�ઓનું સન્માન તેમજ જ્ઞાતિના આગેવાનોનું પ્રવચન અને ભોજન પ્રસાદ જેવા કાર્યક્રમો થશે. સોનલ બીજની પૂર્વ સંધ્યાએ તા.7 જાન્યુઆરીને સોમવારે રાત્રે 8 કલાકે ચારણ ગઢવી જ્ઞાતિના નામી અનામી કલાકારો દ્વારા સોનલ વંદના ડાયરો યોજાશે.

અન્ય સમાચારો પણ છે...