તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાકિસ્તાનને હવે એવો સબક શીખવાડો કે ભવિષ્યમાં કયારેય ભારતની શાંતિ ન ડહોળે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દેશના જવાનો શહિદ થયા ત્યારથી મનમા એક અંજયો હતો. મગજમાં િવદ્રોહ હતો. મારી આ લાગણીનો આજે પડધો પડ્યો છે. પણ હજી ઘણું કામ બાકી છે. આ વખતે એવો સબક શીખવાડવો જોઇએ કે જેથી ભવિષ્યમાં પાકિસ્તાન કયારેય ભારતની શાંતિ ડહોળે નહી તેમ એરફોર્સના એકસ આર્મીમેન ઘનશ્યામસિંહજી ટપુભા ગોહિલએ જણાવ્યું હતું

હાલ નિલમબાગ પેલેસમાં સેવા આપી રહેલા ઘનશ્યામસિંહની રગેરગમાં દેશદાજ ભરી છે. 1978 થી 1993 સુધી એરફોર્સમાં ફરજ બજાવ્યા બાદ હજી પણ વતન માટે હાકલ પડે તો ઘરે પુછવા પણ ન રોકાય અને સરહદે હાજર થઇ જાવ તેમ તેમણે જણાવ્યું હતું

પાકિસ્તાનની ત્રણ ત્રણ વખત આપણી હાર થઇ છતા હજી સુધરતું નથી. ભારત શાંતિપ્રિય દેશ છે. પણ આતંકવાદ દ્વારા કોઇ આપણને છંછેડે તો આપણે તેને ભરી પી લેશુ તેમ પણ તેમણે જણાવ્યું હતું

લશ્કરનું ઓપરેશન એકસ આર્મીની નજરે
અાપણી પાસે પહેલા માત્ર મીટ, હટંગ અને ફંદર બોલ્ટ વિમાન હતા અત્યારે લેટેસ્ટ ટેકનોલોજી સાથેના વિમાન છે.

પહેલા આપણે વિસ્તારને ટાર્ગેટ બનાવી શકતા હતા. અત્યારે પીનપોઇંટ, ચોકકસ સ્થળે બોમ્બાડીંગ કરી શકીએ છીએ.

સમયની પસંદગી

એટકનો સમય પસંદ કર્યો છે. તે ખુબ મહત્વનો છે. સામાન્ય રીતે રાત્રે નવ-દશ વાગ્યે હુમલો થઇ શકે પણ પરોઢીએ 3.30 કલાકે હુમલો કર્યો તેનાથી દુશ્મનના સૈનિકો થોડા ગફલતમાં રહ્યા

ઉડાણનું નીચું લેવલ

આપણા વિમાનો સ્પીડી છે. ઉપરાંત હુમલા સમયે જે ઉડાણનું લેવલ છે. તે પણ એકદમ નીચુ હશે જેથી દુશ્મન દેશનું રડાર થાપ ખાઇ ગયું નીચા લેવાલનું ઉડાણ અને આધુનિકતા એ આપણને જીત અપાવી છે.

સાયરન વાગેને ત્રીજી મીનીટે વિમાન આકાશમાં હોય
યુધ્ધ જેવી પરિસ્થિતી ન હોય તો પણ લશ્કરના જવાનો હંમેશા તૈયાર હોય છેે. ખાસ કરીને વાયુદળમાં તો યુધ્ધનું સાયરન વાગે એટલે ત્રીજી મીનીટે તો લડાકુ વિમાન આકાશમાં ઉડતુ હોય એટલી તૈયારી હોય છે. ઘનશ્યામસિંહ ગોહિલ, એરફોર્સ એકસ, આર્મીમેન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો