તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નોન ગ્રાન્ટેડ શાળાઓમાં નવા વર્ગો માટે 31 મે સુધી અરજી થશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

એપ્રિલ-2020થી શરૂ થતા શૈક્ષણિક વર્ષથી બોર્ડમાં નોંધાયેલી બિન અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના હાલના ચાલુ વર્ગોના વધારાના વર્ગો શરૂ કરવા માટે તથા હાલ શાળામાં ચાલુ ઉપરના ક્રમિક વર્ગ અને સળંગ એકમ શરૂ કરવા માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તા.1 એપ્રિલ,2020થી તા.31 મે, 2020 સુધીના સમયગાળા દરમિયાન ઓનલાઇન દરખાસ્ત મંગાવવામાં આવી છે. આ અરજી કરવા માટે બોર્ડની વેબસાઇટ www.gseb.org પર new class application , એફિડેવિટનો નમૂનો તેમજ જરૂરી સૂચનાઓ તા.15 માર્ચને રવિવારથી ઉપલબ્ધ થશે.

બિન અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ક્રમિક વર્ગ, સળંગ એકમ અને વધારાના વર્ગ શરૂ કરવા માટે વેબસાઇટ પર દર્શાવેલી સૂચનાઓનો અભ્યાસ કર્યા બાદ ફોર્મ ઓનલાઇન ભરવાનુ઼ રહેશે. ઓનલાઇન દરખાસ્ત કરવા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન કર્યા બાદ ઇ-મેઇલથી મળેલા આઇ.ડી. અને પાસવર્ડ મારફત લોગ-ઇન કરીને ઓનલાઇન SBI-E-pay payment syatem મારફત વધારાનો વર્ગ/ હાલના ચાલુ ધોરણનો ઉપરનો ક્રમિક વર્ગ/સળંગ એકમની રૂા. 15 હજારની ફી ભરીને દરખાસ્ત કરવાની રહેશે અને આ ફી પરત નહીં મળે તેમ બોર્ડના સચિવ ડી.એસ.પટેલે જણાવ્યું છે.

ગુજરાત માધ્યમિક બોર્ડની વેબસાઇટ પર તા.1 એપ્રિલથી 31 મે દરમ્યાન દરખાસ્ત કરી શકાશે
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો