તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉદ્યોગપતિઓ અને વેપારીઓને કોઇ ખોટી રીતે હેરાન નહીં કરી શકે : વાઘાણી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘પદ, પ્રતિષ્ઠા અને પૈસાથી ઉપર ઉઠી સતત કાર્યશીલતા અને પરિશ્રમની પરાકાષ્ઠા સર્જવી એ જ પ્રથમ ધર્મ છે. ગુજરાતની વિકાસ યાત્રા સાથે ભાવનગરની વિકાસ યાત્રા જોડાયેલી છે. ભાવનગરના કોઇ વેપારી-ઉદ્યોગપતિને કોઇ ખોટી રીતે હેરાન કરતુ હોય તો ભાજપ તમારી સાથે છે. ભાવનગરની ધરતી એ મને મોટો કર્યો છે ત્યારે મારે ભાવનગરનુ ઋણ ચુકવવુ અનિવાર્ય બને છે.’ તેમ ભાવનગરની નાગરિક સમિતિ આયોજીત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણીનું રાજ્યની તમામ બેઠકો પર ભાજપનો વિજય થવા બદલ યોજાયેલા સન્માન સમારોહમાં સન્માનનો પ્રત્યુતર આપતા જીતુભાઇએ જણાવ્યુ હતું. ભાવનગરની 200 થી વધુ સંસ્થા, જ્ઞાતિ, વેપારીઅોએ આજે તેમનું સન્માન કર્યુ હતું.

તેમણે જણાવ્યુ હતુ કે નકારાત્મકતા અને ખોટા આંદોલનને કારણે ભાવનગરમાંથી વીજઅણુ મથક સહિતના બે મોટા પ્રોજેક્ટ ગયા છે ત્યારે અાવા સમયે જાગૃત નાગરીકોએ પ્રતિકાત્મક વિરોધ કરી શહેરનું અહિત થતુ રોકવુ જોઇએ.

ભાવનગરના ફોરલેન, પાણી અને જીઆઇડીસી સહિતના પ્રશ્નોનો ઉલ્લેખ કરી તેમણે અણઉકેલ પ્રશ્નોના સંદર્ભમાં ઉંડા ઉતરવા અને જ્યા જરૂર પડે ત્યાં ધ્યાન દોરવા જણાવ્યુ હતું. ચૂંટણીમાં પ્રજાએ જ્ઞાતિ-જાતિથી પર ઉઠીને સકારાત્મકતાથી મતો આપ્યા તે બદલ આભાર વ્યક્ત કરેલ. ઇસ્કોન ક્લબ ખાતે યોજાયેલ શહેરના શ્રેષ્ઠીઓના આ સમારોહમાં અધ્યક્ષસ્થળેથી રાજ્યના કેબીનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જીતુભાઇની નિષ્ઠાપૂર્વકની કામગીરી, સક્રિયતા, પારદર્શક નિર્ણયતાને બીરદાવી સાૈને સાથે રાખી કામ કરવાની પધ્ધતીના પણ વખાણ કર્યા હતા. ભાવનગરે ભાજપ ને ઘણુ આપ્યુ છે તેનો ઇતીહાસ વર્ણવી હવે ભાજપા પર આમ ઋણ અદા કરવાની જવાબદારી હોવાનું જણાવ્યુ હતું. અને ભાવનગરના વિકાસ કાર્યો માટે તત્પર રહીશુ તેવો કોલ આપ્યો હતો. કાર્યક્રમના પ્રારંભે કે.પી.સ્વામીઅે આર્શીવચન પાઠવ્યા હતા.

મંત્રી વિભાવીબેન દવે એ જણાવ્યુ હતુ કે ગુજરાતની 26 જ બેઠકો હતી એટલે 26 જીત્યા વધારે બેઠકો હોત તો તો વધારે જીતેત. તેમણે જીતુભાઇ ની નેતૃત્વ શક્તિ ની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી.

સાંસદ ભારતીબેન શિયાળે સૌરાષ્ટ્રમાં બીજા નંબરની સૌથી મોટી લીડ આપવા બદલ પ્રજાનો આભારમાની ચૂંટણીના માઇક્રોલેવલ પ્લાનીંગ અને જીતુભાઇની સામાન્ય પ્રજાજન માટેની લાગણી દાખલા સહિત રજુ કરેલ. પ્રારંભમાં સ્વાગત પ્રવચન ચેમ્બરના માનદ મંત્રી કીરીટભાઇ સોનીએ કરેલ. જ્યારે પ્રાસંગીક પ્રવચનમાં તારકભાઇ શાહે ભાવનગરના ઉદ્યોગો ટકે અને નવા અાવે તેવુ વાતાવરણ ઉભુ કરવા જણાવેલ. આભારવિધિ શાળા કોલેજ સંચાલક મંડળના ભરતસિંહ ગોહિલે કરેલ. આ પ્રસંગે વ્હોરા સમાજ અને ક્રાઇટસ સ્કુલના બેન્ડે સંગીતની ધુન છેડી મહેમાનોને આવકારેલ. જ્યારે કૌટીલ્ય ત્રિવેદી-ચાંદની તેરૈયાએ ગીતો રજુ કરેલ. કાર્યક્રમનું સંચાલન નરેશ મહેતા અે કરેલ.

...અનુસંધાન પાના નં.11

આ પ્રસંગે મેયર રાજેન્દ્રસિંહ રાણા, ગીરીશભાઇ શાહ, મહેશભાઇ કરુવાલા, બુધા પટેલ, દર્શક શાહ, મેહુલ પટેલ, પિયુષ તંબોલી, કોમલકાંત શર્મા, વીઠ્ઠલભાઇ મેંદપરા, ઇન્દુભા ગોહિલ, મહુવાના ધારાસભ્ય આર.સી.મકવાણા, અશોકભાઇ શેઠ, દેવેનભાઇ શેઠ, મેહુલ વડોદરીયા સહિતના આગેવાનો, ભાજપના પદાધિકારીઓ, સંતો, મહંતો અને નાગરીકો અને વિવિધ જ્ઞાતીના આગેવાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

જીતુભાઇ વાઘાણીના માતુશ્રી મંજુલાબેને કુંભારવાડાની હાલત જોઇ કહ્યુ હતુ કે દિકરા બીજુ કાંઇ નહી કરતો ચાલશે પણ આ લોકોનો ઉધ્ધાર કરજે. આજે આર્શીવચન આપવા મંચ પર તેમના માતુશ્રી અને પરિવાર આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...