તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિહાર વાઘેલાના 161 રન ભાવનગર ડિસ્ટ્રક્ટના 405

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | સાૈરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજીત ઇન્ટર ડિસ્ટ્રીક્ટ અંડર-19 ક્રિકેટ ટુર્નામેન્ટમાં નિહાર વાઘેલાના અણનમ 161 રન તથા અંશ ગોસાઇના 90 રનની સહાયતાથી ભાવનગર ડિસ્ટ્રીક્ટ અંડર-19ની ટીમે પ્રથમ દિવસે સુરેન્દ્રનગર ડિસ્ટ્રીક્ટ સામે 405 રનનો જુમલો ખડકી દીધો છે. પ્રથમ દિવસની રમત બંધ રહી ત્યારે સુરેન્દ્રનગરની ટીમે વિના વિકેટે 15 રન નોંધાવ્યા છે.

ભાવનગર ડિસ્ટ્રીક્ટના સુકાની જય ગોહિલે ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ લેવાનો નિર્ણય લીધો હતો અને નિર્ધારીત 80 ઓવર્સમાં ટીમે 7 વિકેટે 405 રનનો જંગી જુમલો ખડકી દીધો હતો. મેહુલ ચોહલાએ 61 રન, હર્ષ દસાડીયાએ 20 રન, અંશ ગોસાઇએ 90 રન, વિકેટ કીપર બેટ્સમેન નિહાર વાઘેલાએ 157 દડામાં 17 ચોક્કા અને 6 ગગનચુંબી છગ્ગાની મદદથી ધુંઆધાર અણનમ 161 રન જૂડી કાઢ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...