તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગરમાં બ્રહ્મ સેના દ્વારા નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
બ્રહ્મસેના દ્વારા ભાવનગર શહેરમાં જુદા જુદા શહેરોની 108 ક્રિકેટ ટીમ વચ્ચે રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું અભૂતપૂર્વ આયોજન કરાયું છે. આયોજન માટે ભાવનગરના બ્રહ્મ સમાજમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારબાદ વોલીબોલ અને કબડ્ડીની ટીમના નામ પણ નોંધવામાં આવશે.

ભાવનગર શહેરમાં આ અગાઉ બ્રહ્મસેના દ્વારા 1,271 બટુકોને યજ્ઞોપવિત અને ત્યારબાદ અમદાવાદ શહેરમાં 1,421 બટુકોને સમૂહમાં સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિથી યજ્ઞોપવિત આપવાના સફળ અને યાદગાર આયોજન બાદ હવે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. જેમાં 108 ટીમો વચ્ચે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે. જે ખેલાડીઓ ભાવનગરમાં ક્રિકેટ માટે ભાગ લેવા માટે આવશે તે તમામ માટે રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમની સફળતા માટે જુદી જુદી 17 કમિટીની રચના કરવામાં આવી છે.

આ રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટની તમામ ટીમોના નામની ઘોષણા તા. 12 જાન્યુઆરીના રોજ કરવામાં આવશે. સમગ્ર આયોજન માટે ભાવેશ રાજ્યગુરુની રાહબરી હેઠળ બ્રહ્મસેનાની સમગ્ર ટીમ અત્યારથી જ તડામાર તૈયારીમાં લાગી ગઇ છે. સેવામાં જોડાવવા માટે યુવા બ્રહ્મ સેનાના પ્રમુખ શિવ રાજ્યગુરુનો મોબાઇલ નંબર 9898944449 ઉપર સંપર્ક કરવો.

રોજગાર અને લોન મેળાનું પણ આયોજન થશે
નાઇટ ક્રિકેટ સ્પર્ધા ઉપરાંત બ્રહ્મ સેના દ્વારા રોજગાર અને લોન મેળાનું પણ આયોજન કરાયું છે. બ્રહ્મ સમાજના યુવાનોને રોજગાર અને લોન મેળામાં ભાગ લેવા માટે 10 ફેબ્રુઆરી બાદ સંપર્ક કરવો આયોજનની સફળતા માટે એક અલગ કાર્યાલય બનાવાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો