તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવનગરમાં નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ ગુજરાત પહેલી જ મેચમાં રાજસ્થાન સામે હાર્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજસ્થાનની ટીમે 89-71થી ગુજરાતને હરાવ્યું

ભાવનગર | 5 જાન્યુઆરી
ભાવનગરમાં શનિવારથી શરૂ થયેલી નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપમાં ગુજરાતની ટીમને પ્રથમ લીગ મેચમાં જ પરાજયનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે પહેલાં દિવસે રમાયેલી અન્ય મેચમાં ઝારખંડ સામે ઉત્તર પ્રદેશની ટીમનો આસાન વિજય થયો હતો .

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપનું વિધિવત રીતે પ્રારંભ કરાવવામાં આવ્યા બાદ ગુજરાત અને રાજસ્થાનની ટીમ વચ્ચે પુરૂષ ઇવેન્ટમાં પ્રથમ લીગ મેચ ઇન્ડોર સ્ટેડિયમમાં રમાઇ હતી. રાજસ્થાનની ટીમે 89-71ના અંતરથી ગુજરાતને પરાસ્ત કર્યું હતું.

પ્રથમ બે ક્વાર્ટરમાં રાજસ્થાનની ટીમથી પાછળ રહ્યા બાદ ગુજરાતની ટીમે ત્રીજા ક્વાર્ટરમાં માત્ર છ પોઇન્ટનું અંતર રાખી દીધું હતું. નિર્ણય ક્વાર્ટરમાં મેચ હાથમાંથી સરકી ન જાય તેનો ખ્યાલ રાખી અને રાજસ્થાનના સુકાનીએ વન ટુ વન એટેક કર્યો હતો. અંતે ગુજરાતની ટીમનો પરાજય થયો હતો રાજસ્થાનના કામરાને 25 પોઇન્ટ તથા ગુજરાતના હરપાલસિંહ વાઘેલાએ 23 પોઇન્ટનું યોગદાન આપ્યું હતું. ગુજરાતની ટીમનું શૂટિંગ અને ડિફેન્સ તેઓના સ્તર પ્રમાણે રહ્યું ન હતું અને પ્રમાણમાં નબળી ગણાતી રાજસ્થાનની ટીમે પણ ગુજરાતને પરાજયનો સ્વાદ ચખાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...