ચિત્ર સ્પર્ધામાં રાષ્ટ્રીય કક્ષાએ ઝળકતી ભાવનગરની નૈત્ર રાઠોડ
સાતમી ઓલ ઇન્ડિયા ચિલ્ડ્રન એન્ડ યુથ આર્ટ એક્ઝીબીશન આયોજિત ચિત્ર સ્પર્ધા તાજેતરમાં વિજયવાડા ખાતે યોજાઇ હતી. તેમાં ભાવનગર શહેરમાં સિસ્ટર નિવેદિતા વિદ્યાલયમાં ધોરણ-5માં અભ્યાસ કરતી નૈત્રી અલ્પેશભાઇ રાઠોડે રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ નંબરે વિજયી થઇ ગોલ્ડ મેડલ મેળવી માત્ર તેની શાળા જ નહીં પણ સમગ્ર ભાવનગરનું ગૌરવ ચિત્રકલા ક્ષેત્રે વધાર્યું છે.