મુનિરાજ વૃધ્ધિચંદ્રજી મ.સા.ના 126માં સ્વર્ગવાસ દિને ગુરૂ ગુણવંદના સહ પૂજન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : ભાવનગર જૈન શ્વે.મુ.પૂ.તપાસંઘના પરમ ઉપકારી ભાવનગર સંઘમાં 19 ચાતુર્માસ કરી સંઘમાં એકતા અને સુમેળના ઉંડા બીજનુ આરોપણ, સામાયિક શાળા, પાઠશાળા, સંગીતમંડળના સ્થાપક એવા પ.પૂ.મુનિરાજ વૃધ્ધિચંદ્રજી મ.સાના સ્વર્ગગમનની 126મી પૂન્યતીથી વૈશાખ શુદ 7 તા.11-5 શનિવારના હોય તેમના વિરાટ ઉપકારની સ્મૃતિરૂપ ગુરૂવંદનાદિ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ છે.શહેરના કાળાનાળા ચોકમાં સ્થિત પૂજયશ્રીની ગુરૂમંદિર વાટીકામાં બિરાજમાન પ્રતિમાના પૂજન, અર્ચન કરી ગુરૂવંદના સહ ગુણ સ્તવના કાર્યક્રમ યોજાશે. સવારે 7-30 કલાકે દાદાસાહેબ જિનાલયથી બેન્ડવાજા સાથે ગુરૂમંિદર સુધી સમુહમાં પ્રભાતફેરી રૂપે જઇ ત્યા કાર્યક્રમ યોજાશે. આ સિવાય જે તે વિભાગોમાં પૂજયશ્રીની પ્રતિમાજી બિરાજમાન હોય ત્યા પણ વિવિધ પૂજન અર્ચનાદિ થશે.

અન્ય સમાચારો પણ છે...