તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માવતર ઓલિમ્પિકમાં 375થી વધુ વડિલો રમત-ગમતનું કૌશલ્ય દર્શાવશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
માવતર સંસ્થા માટે વડિલો માટે જુદા જુદા કાર્યક્રમો યોજાતા રહે છે. જેમાં હોળીમાં ગુલાલથી ઉજવણી કરી, નવરાત્રિમાં રંગેચંગે ગરબા રમ્યા બાદ હવે વડિલો માટે વિવિધ રમતોત્સવ માવતર ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં અત્યાર સુધીમાં 375થી વધુ વડિલોએ ભાગ લેવાના ફોર્મ ભર્યા છે અને ભાગ લેવા માટે કોઇ બાકી ન રહી જાય તે માટે અંતિમ તા.18 જાન્યુઆરીને શનિવાર રાખવામાં આવી છે.

માવતર ઓલિમ્પિકમાં વિવિધ રમતોમાં વિજેતાઓને ઇનામ અપાશે અને ભાગ લેનારા તમામને પ્રોત્સાહિત કરાશે. આ માવતર ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે તા.18 જાન્યુઆરીને શનિવાર સુધીમાં ફોર્મ ભરીને પરત કરવાના રહેશે. આ માટે માવતર કાર્યાલય, 28, અષ્ટવિનાયક કોમ્પલેક્સ, માધવ દર્શન સામે. બોમ્બે ટેઇલર, એસબીઆઇ બેન્ક પાસે, કાળાનાળા. યુનિ. ગ્રાઉન્ડ, બેડમિન્ટન હોલની બાજુની ઓફિસે સંપર્ક કરવાનો રહેશે. માવતર રમતમાં જોડાવા માટે વડિલોમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળે છે. ગયા વર્ષ કરતા વધુ ફોર્મ આ વખતે ભરાયા છે. આથી 18 જાન્યુઆરી સુધી ફોર્મ ભરવાનો મોકો આપવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો