તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મમ્મી-પપ્પા અને પુત્ર ત્રણેયે ખેલ મહાકુંભની સ્પર્ધામાં મેદાન માર્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેલ મહાકુંભથી અનેક ખેલાડીઓની પ્રતિભા પાંગરતી હોય છે, પરંતુ ભાવનગર શહેરમાં તો રમત-ગમત ક્ષેત્રે આખો પરિવાર ઊભરીને બહાર આવ્યો હોય તેમ પુત્ર અને તેના મમ્મી-પપ્પા એમ ત્રણેયે લોન ટેનિસ તેમજ ચેસની સ્પર્ધામાં અવ્વલ સ્થાન મેળવ્યું છે.

આધારશિલા શાળામાં અભ્યાસ કરતાં શ્યામ ભટ્ટે અન્ડર-ઈલેવન ચેસ સ્પર્ધામાં તાલુકાકક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. તેમજ શ્યામના પિતા ચિંતનભાઈ ભટ્ટ કે જેઓ વાળુકડ ગામની પ્રાથમિક શાળામાં િશક્ષક તરીકે ફરજ બજાવે છે, તેઓએ પણ પુત્રને પ્રોત્સાહન આપવા પોતાના ધર્મપત્ની હેતલબેન સાથે જોડી બનાવીને મિક્સ ડબલ્સમાં ભાગ લીધો હતો. જે જોડીએ પ્રથમ ત્રણ ક્રમાંકમાં સ્થાન મેળવી સમગ્ર પરિવારે ખેલ મહાકુંભ થકી સિદ્ધિ મેળવી છે.

ઉપરાંત િવમેન્સ ડબલ્સમાં પણ હેતલબેને તેમના સાથી કવિતાબેન સાથે જોડી બનાવી લોન ટેેનિસમાં પ્રથમ સ્થાન મેળવતા રાજ્યકક્ષાએ તેઓ ભાવનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે તે ગૌરવપ્રદ બન્યું છે. એ જ રીતે પુત્ર શ્યામે રમત-ગમત કચેરી આયોજિત િજલ્લા કક્ષાની બાળપ્રતિભા શોધ સ્પર્ધામાં ચિત્ર કલામાં પ્રથમ સ્થાન મેળવીને પણ સિદ્ધિ મેળવી છે.

ખેલ મહાકુંભ, બાળ પ્રતિભા શોધ જેવી ઈવેન્ટથી ખરા અર્થમાં પ્રતિભાઓને અને અહીં તો આખા પરિવારને પ્રોત્સાહન મળ્યું છે, તેવું ભાગ્યે જ જોવા મળતું હોય છે.

અન્ય સમાચારો પણ છે...