તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોબાઈલની મોંકાણ : બાઈકને આગ ચાંપી કહ્યું, પથ્થરથી માથુ ફોડી નાખીશ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ભાવનગર ટ્રાફીક શાખામાં એ.એસ.આઇ.તરીકે ફરજ બજાવતા હરપાલસિંહ રામસિંહ જાડેજા શુક્રવારે હાઇકોર્ટ રોડ પર ફરજ બજાવતા હતા. તે વખતે મોટર સાયકલ નંબર જી.જે.05.બી.સી.2541 નો ચાલક ચાલુ બાઇક પર મોબાઇલમાં વાત કરતો હોય તેને ઉભો રાખતા તે ઉભો રહેલ. અને ટ્રાફીક પોલીસે તેને દંડની પાવતી આપવાનુ કહેતા તે એકદમ ઉશ્કેરાઇ ગયો હતો. અને રાડો પાડી કહેવા લાગેલ કે હુ દંડની પાવતી લેવાનો નથી. અને હુ પથ્થરથી મારૂ માથુ ફોડી નાખીશ, મારા બાઇકને તોડીફોડી નાખીશ અને સળગાવી દઇશ. તેમ કહી યુવકે ખીસ્સામાંથી માચીસ કાઢી બાઇકને આગ ચાંપી દીધી હતી.

આ અંગે ટ્રાફીક પોલીસ હરપાલસિંહે ફરિયાદમાં જણાવ્યું છે કે યુવકે સ્ફોટક પદાર્થ વતી જાહેરમાં પોતાનું બાઇક સળગાવી બેદરકારી ભર્યુ આચરણ કરી પોતાની તથા ફરજ પરના પોલીસ કર્મચારીઓની અને જાહેર જનતા ની જીંદગી અથવા શારીરીક સલામતી ને જોખમમાં મુકે તેવુ કૃત્ય કરેલ છે. ઘટના વખતે ટ્રાફીક પોલીસ જમાદાર સાથે ટ્રાફીક બ્રીગેડર જયપાલસિંહ રઘુવિરસિંહ જાડેજા તેમના મોબાઇલમાં આ સમગ્ર ઘટનાનુ મોબાઇલમા વીડીયો રેકોર્ડીંગ કરતા હોય યુવકે અ તેને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી વીડીયો શુટીંગ બંધ કરાવી ફરજમાં રૂકાવટ કરી હતી.જે અંગે અલગથી કોર્ટમાં ફરિયાદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ બનાવ અંગે ટ્રાફીક શાખાના એ.એસ.આઇ. હરપાલસિંહે યુવક વિરૂધ્ધ સી.ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ ફરિયાદ બાદ યુવાનની પોલીસે કરી ધરપકડ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો