તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

MKB યુનિ.ની પીએચ.ડી. પ્રવેશ પરીક્ષા ચર્ચાનું કેન્દ્ર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગરમાં યુનિ. દ્વારા લેવામાં આવેલ પી.એચ. ડી ની પરિક્ષા અત્યારે ચર્ચાનું કેન્દ્ર બની છે. ખાનગી કંપનીને પ્રવેશ પરિક્ષા નું કામ સોંપી દેવાના પ્રશ્ને ઉમેદવારોમાં કોઈ પણ પ્રકારનો સંતોષ નથી સાથે જ પરીક્ષાની આખા રાજ્ય માં સૌથી વધુ ૧૫૦૦ રૂ. ફી ને લઈને અલગ હોબાળો શરૂ થયેલ છે. ત્યારે પેપરમાં મૂલ્યાંકન માટે ઉમેદવારોએ પ્રશ્ન દીઠ ૧૦૦રૂ. ચૂકવવા પડશે.

આ ૧૦૦ રૂ. ભર્યા પછી પણ જો કવેરી સાચી ઠરે તો જ પૈસા રિફંડ આપવાની જોગવાઈ છે. ખાનગી કંપનીનાં વિષય નિષ્ણાતો અંગે પણ ઉમેદવારો દુવિધામાં છે ત્યારે આ પ્રકારના આર્થિક બોજા અને યુનિ. દ્વારા ખાનગી કંપનીને અપાયેલ કોન્ટ્રાક્ટ પ્રત્યે વિશ્વસનીયતાનાં પ્રશ્નો ઊભા થાય તે સ્વાભાવિક છે.

ભાવનગર યુનિ.માં રવિવારે પીએચ.ડી.ની વિવિધ 25 જેટલા વિષયની પરીક્ષા ઓનલાઇન લેવામાં આવી હતી. જેમાં ટેકનિકલ ક્ષતિએ ગણિત અને અન્ય વિષયના ઉમેદવારોને પરેશાન કર્યા હતા. ખાસ તો અંગ્રેજી લેંગ્વેજને કમ્પ્યૂટરમાં સેટીંગનો પ્રશ્ન સર્જાયો હોવાનું ગણિત વિષયના ઉમેદવારોએ જણાવ્યું હતુ. આ પરીક્ષામાં હવે રિફંડના મામલે પણ ઉમેદવારોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...