તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેમણ મોટી જમાતના પ્રસંગમાં તલવાર સાથે ઘુસી જઈ તોડફોડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના જોગીવાડની ટાંકી િવસ્તારમાં વાહન પાર્કિંગ બાબતે બોલાચાલી થતા ઉશ્કેરાયેલા ત્રણ શખ્સોએ મેમણ જમાતમાં ચાલી રહેલા એક લગ્ન સમારંભમાં ઘાતક હથિયારો સાથે પહોંચી જઈ રસોઈના તપેલા ઢોળી નાખી એક શખ્સને ઈજા પહોંચાડતા દેકારો મચી ગયો હતો.

મેમણ મોટી જમાતમાં સતારભાઈ નેશનલ લોજવાળાના પરિવારના કોઈનો લગ્નપ્રસંગ હતો તે સમયે જમાતના મકાન પાસે પતંગનો માંડવો કેટલાક શખ્સોએ ઊભો કર્યો હતો.

પતંગના આ માંડવા પાસે પ્રસંગમાં આવેલા કોઈએ સ્કૂટર પાર્ક કર્યું હતું તે બાબતે બોલાચાલી થતા પતંગના માંડવાવાળા ત્રણેક શખ્સોએ તલવાર જેવા ઘાતક હથિયારો લઈ મેમણ મોટી જમાતખાનામાં જઈ પ્રસંગ માટે તૈયાર કરેલી રસોઈના તપેલા ઢોળી નાખ્યા હતા જેને

...અનુસંધાન પાના નં.09

રોકવા જતા રઝાકભાઈ નામના એક શખ્સને ઈજા પહોંચી હતી.

આ બનાવની જાણ થતાં જ સીટી ડીવાયએસપી મનીષ ઠાકર અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ધમાલ કરનાર શેખ સાલમબીન અને શેખ ઈસ્માઈલ યુનુસભાઈ નામના બે શખ્સોની ધરપકડ કરી હતી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાથી તેના ફુટેજ સાથે મેમણ જ્ઞાતિના આગેવાનો સી ડીવીઝન પહોંચ્યા હતા જ્યાં પોલીસ ફરિયાદ લેવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.

બે ઝડપાયા : CCTV ફુટેજ સાથે ફરિયાદ માટે ટોળુ સી ડીવીઝન પહોંચ્યું
અન્ય સમાચારો પણ છે...