તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર પાંજરાપોળ, સમઢીયાળા કુંભારવાડામાં ઉદાર હાથે દાન આપો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર પાંજરાપોળ, સમઢીયાળા કુંભારવાડામાં ઉદાર હાથે દાન આપો
ભાવનગર : આપણી સંસ્કૃતિનો ઉત્તમ દિવસ ગાૈ-દાન માટે દિવસ મકરસંક્રાતિ પાવનકારી ગણવામાં આવ્યો છે. આ દિવસે ગૌ-માતા માટે દાન આપવુ ખૂબજ ઉત્તમ છે. આ સંસ્થામાં 3500થી વધુ પશોઓ આશ્રય લઇ રહેલ છે. રોજનુ ઘાસચારો 80 થી 90 હજારની ખરીદી કરી નખાય છે. રોજનો એવરેજ ખર્ચ છે. રોજ સંસ્થામાં 5 થી 6 પશુઓની આવક છે. દાન આપવા ટ્રસ્ટીઓ તરફથી નમ્ર અરજ કરાય છે. દાન સ્વીકારવા માટે હેડ ઓફીસ ખારગેટ દાસ પેંડાવાળાની સામે, કુંભારવાડા રેલ્વે ફાટક પહેલાની સંસ્થા ફોન 2516232 મો.9427416620, કુંભારવાડા મો.9327565400નો સંપર્ક કરવો.

માળનાથ ગૃપ દ્વારા ચાઇના દોરી, ગુબારાનો ત્યાગ કરવા અપીલ
ભાવનગર : માળનાથ ગૃપ પરંપરાગત ચાઇના દોરીની હોળી અને બહિસ્કાર તથા તુક્કલ, ગુબારા, રાત્રી ફડાકડા સ્વેચ્છાએ ત્યાગ કરવા અપીલ કરી છે. તથા દોરાઓ તથા દોરાની ધુંચો એકઠી કરી તેને બાળવા અનુરોધ કર્યો છે. માળનાથ ગૃપ દ્વારા આ વર્ષે પણ દોરા ભેગા કરવાનુ ભગીરથ કાર્ય શરૂ છે. માળનાથ ગૃપના રાજુભાઇ ચૌહાણ, હરિભાઇ ભાગ લીધેલ આ અંગે ફોન રાજુભાઇ ચૌહાણ 9974146150, સુરેશ બેરાણી 7383745894, હરિભાઇ શાહ પક્ષીપ્રેમી 9879092566ને ફોન કરવાથી કોઇની જીંદગી બચાવી શકાશે.

આંગણવાડીના બાળકોને પોષક આહારનું વિતરણ કરાશે
ભાવનગર ઃ શેકેલી ચણાદાળ, શિંગ, સોયાબીન, ઘઉં, ગોળ અને શિંગતેલમાંથી તૈયાર કરેલ 50 ગ્રામ વજનની સુખડીના 61992 પેકેટનું વિતરણ કરવામાં આવ્યુ. શિશુવિહાર દ્વારા મંગળવારે અતિકુપોષિત 574 બાળકો માટે અઠવાડીયે આપવામાં આવતા 2296 પોષક આહાર પૈકી અતિકુપોષિત બાળકોને ચાર પેકેટ અપાશે.

જુનાગઢમાં બ્રહ્મસમાજનો 67મો જીવનસાથી પસંદગી મેળો યોજાશે
ભાવનગર : અખિલ ગુજરાત બ્રહ્મસમાજ પરિષદ સાવરકુંડલા આયોજીત સમસ્ત બ્રહ્મસમાજનો રાજયકક્ષાનો 67મો જીવનસાથી પસંગી મેળો તા.26-1ના જુનાગઢમાં યોજાશે. જે અંગેની વધુ માહીતી તથા પ્રવેશ ફોર્મ ધનેશ્વરભાઇ દિપાંજલી 2 એ/5 ટીંબાવાડી જુનાગઢ 9427735797, ધર્મશંકરભાઇ 9879687622નો સંપર્ક કરવો.

રાજહંસ નેચર કલબ ટ્રસ્ટ દ્વારા કરૂણા અભિયાન કામગીરી યોજાશે
ભાવનગર : ગુજરાત સરકાર દ્વારા કરૂણા અભિયાન 2020 કાર્યક્રમ અંતર્ગત ભાવનગર શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ઉતરાયણ પર્વ દરમ્યાન દોરીથી ઘાયલ થયેલ પક્ષીઓની સારવાર કરવામાં આવશે. જેમા શહેરની અનેક સંસ્થાઓ વન વિભાગના માર્ગદર્શન સાથે કાર્ય કરશે. જેમા રાજહંસ નેચર કલબ ટ્રસ્ટના 60થી વધારે સભ્યો ભાગ લઇ કાર્યમાં જોડાશે. નવાપરા ખાતે પશુ દવાખાનામાં સ્પે.ઓપરેશન થીએટર સાથે વેટરનીટી ડો.માળી તેમની ટીમ કાર્યરત રહેશે. રાજહંસ નેચર કલબ ટ્રસ્ટ દ્વારા રેસ્કયુઅર ટીમના અનુભવી રેસ્કયુઅરો તેમજ એક એમ્બ્યુલન્સ પણ જોડાશે. તા.20 સુધી કરૂણા અભિયાન 2020ની કામગીરી રહેશે.

મકરસંક્રાતિએ કામધેનુ ગૌશાળા દ્વારા ફોન કરવાની દાન સ્વીકારશે
ભાવનગર : આપણા હિંદુ સનાતન ધર્મમાં મકરસંક્રાંતિ એટલે દાન કરવાનો શ્રેષ્ઠ દિવસ કહેવાય છે કામધેનુ ગૌશાળા તરફ થી સુભાષનગર ની આજુબાજુના વિસ્તારમાં તે દિવસે એટલે કે માત્ર મકરસંક્રાંતિના દિવસે જ સવારે 9 થી 1 દરમિયાન આપને જે કંઈ પણ રૂા.100થી વધુ રોકડ દાન આપવું હોય તેમણે મોબાઈલ નંબર 98 25 20 70 36 (whatsapp)8780794737 કરવો અમારા ગૌસેવક આપના ઘરે આવી ને પહોંચ આપી ને આપનું દાન આપના ઘરેથી લઈ જશે.

પાર્કિસન્સ અંગે વિનામૂલ્યે દર્દીઓને માર્ગદર્શન અપાશે
ભાવનગર : પી.એન.આર.હોસ્પીટલ અંધ શાળા કેમ્પસ વિદ્યાનગર ભાવનગર ખાતે દર રવિવારે સવારે 10-30 થી 12-30 અને ગુરૂવારના સાંજે 5-30 થી 6-30 દરમ્યાન , પાર્કિન્સન્સ જેવી અસાધ્ય બિમારીમાં રાહત આપવા આહાર વિહાર અને કસરત અંગેનુ માર્ગદર્શન અપાશે.

ભાવનગરના ક્ષત્રિય બહેનો માટે લગ્નગીત ગાયન સ્પર્ધા યોજાશે
ભાવનગર : તા.19 રવિવારે બપોરે 2 થી 6 ભાવનગરના ક્ષત્રિય બહેનો માટે લગ્નગીત ગાયન સ્પર્ધા વિશુધ્ધાનંદ હાઇસ્કૂલ ચિતરંજન ચોક વિદ્યાનગર ભાવનગર ખાતે યોજાનાર હોય 15 થી 70 વર્ષના બહેન ભાગ લઇ શકે છે. ભાગ લેવા સુશીલા પરમાર 9426068280,શોભનાબા ગોહિલ 8238019960નો સંપર્ક કરવો.

બળવંત પારેખ વિજ્ઞાનનગરીમાં વિડીયોગ્રાફી તાલીમ અપાશે
ભાવનગર : બળવંત પારેખ વિજ્ઞાનનગરી દ્વારા રોજગારી પુરી પાડવાના હેતુથી વિડીયોગ્રાફી શીખવવામાં આવેલ જેમા ડીઝીટલ કેમેરા ઓપરેટીંગ, વિડીયો શુટીંગ અને પ્રોફેશનલ ફોટોગ્રાફી સંસ્થાના કેમેરા દ્વારા શિખવવામાં આવે છે. જેમા અભ્યાસ 10 પાસ હોવો જરૂરી છે. વહેલા તે પહેલાના ધોરણે વિજ્ઞાનનગરી અાંબાવાડીનો સંપર્ક કરવો.

શ્રીમાળી સોની યુવક મંડળ દ્વારા યોજાશે સમુહ લગ્નોત્સવ
ભાવનગર : શ્રીમાળી સોની યુવક મંડળ દ્વારા આગામી તા.16-2-2020ને રવિવારે ભાવનગર ખાતે 13મો સમુહ લગ્નોત્સવ યોજાશે જે માટે નોંધણી અંગે તેમજ કરીયાવરમાં સહયોગ આપવા માંગતા જ્ઞાતિજનોએ મિતુલભાઇ જે.ધોળકીયા સાંઇબાબા ચેમ્બર્સ શેરડીપીઠનો ડેલો, મેહુલભાઇ ચાંપાનેરી દરેડવાળા 1 મંગલમ ફલેટ ભાદેવાની શેરી મારૂતીનંદન હનુમાનજીના મંદિર સામે ભાવનગર તેમજ જિલ્લાના તાલુકા મથકોએ સ્થાનિક સોની જ્ઞાતિના આગેવાનોનો સંપર્ક કરી માહીતી મેળવી લેવી.

ખંભલાય માતાજીના મંદિરે વિદ્યાર્થી અને દંપતિઓનો સન્માન સમારોહ
ભાવનગર : માંડલ ખાતે આવેલા ખંભલાય માતાજી મંદીર ટ્રસ્ટ દ્વારા તા.30-1ને વસંત પંચમી અને માતાજીના પ્રાગટ્ય ઉત્સવના દિન કુત્સસ ગોત્રના બાળકો, પોતાના ક્ષેત્રમાં વિશિષ્ટ સિધ્ધિ મેળવેલા હોય તેવા સગોત્રી ભાઇ,બહેનો તથા લગ્ન જીવનના 50 વર્ષ પુરા કરનારા વડીલ દાદા-દાદીનુ સન્માન કરાશે. આ વર્ષે 2019માં ધો.10,12, સ્નાતક, અનુસ્નાતકની પદવી 70 ટકા માર્ક સાથે મેળવેલ હોય તેવા બાળકોની માર્કશીટની નકલ, સિધ્ધિને લગતા સર્ટી તથા લગ્નજીવનના 50 વર્ષ પુરા કરનારા વડીલની વિગતો તા.15-1 પહેલા ટ્રસ્ટની ઓફીસે પહોંચાડવી.

શિશુવિહારમાં કવિતા વિષય પર ગુણવંતભાઇનુ વકતવ્ય યોજાશે
ભાવનગર : શિશુવિહાર સંસ્થામાં 1980થી નિરંતર ચાલતી કવિ સભા બુધસભાની 2054મી બેઠક તા.15-1 બુધવારના રોજ કવિ ગુણવંતભાઇ ઉપાધ્યાયના સંચાલનમાં મળશે. ડો.જીતુભાઇ વાઢેર કવિ વકતાનો પરીચય આપશે. કવિતા વિષયે ગુણવંતભાઇનુ વકતવ્ય યોજાશે.

ભુરખીયા હનુમાનજી મંદિરે 43મો વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ
ભાવનગર : તા.15-1 ને બુધવારના સવારના 8 થી 11 સુધી ભુરખિયા હનુમાનજી મંદિરે(તા.લાઠી) 43મો વિના મુલ્યે યોજાનાર નેત્ર નિદાન કેમ્પનો આંખના દર્દીઓએ લાભ લેવા-મોતીયોના ઓપરેશન વિના મુલ્યે કરી આપનાર હોય લાભ લેવા સુદર્શન નેત્રાલય-ભુરખિયા મંદિર ટ્રસ્ટ અને લાયન્સ ક્લબ ઓફ અમરેલી(સીટી)દ્વારા અનુરોધ કરાયો છે.

બોરડા ગામે લહેરીયા હનુમાનજી આશ્રમે અખંડ રામધૂનની પૂર્ણાહુતી
ભાવનગર : બોરડા ગામે લહેરીયા હનુમાનજીના આશ્રમે સવામહિનાની અખંડ રામધુન ચાલતી હોય છે. તેની પૂર્ણાહુતી તા.14-1 મંગળવારના રોજ કરવામાં આવશે. તથા બટુક ભોજન પણ રાખેલ છે.

રાષ્ટ્રીય કક્ષાની રંગપૂરણી તથા અંગ્રેજી સુલેખન સ્પર્ધા યોજાશે
ભાવનગર : કાંગારૂ સંસ્થા, મુંબઇ દ્વારા રાષ્ટ્રીય કક્ષાની રંગપૂરણી તથા અંગ્રેજી સુલેખન સ્પર્ધાઓનુ આયોજન તા.19-1 રવિવારે તેજસ્વી શાળા ખાતે કરવામાં આવેલ છે. જેમા બાલમંદિરથી ધો.10ના બાળકો માટે રંગપૂરણી સ્પર્ધા સવારે 10 થી 11, ધો.1 થી 10ના બાળકો માટે અંગ્રેજી સુલેખ સ્પર્ધા સવારે 11-15 થી 11-45 કલાકે યોજાશે. સ્પર્ધામાં કોઇપણ શાળાના બાળકો ભાગ લઇ શકશે.

સ્વામી ધર્મનિષ્ઠાનંદજી સરસ્વતીનો શિવાનંદ આશ્રમમાં યોગ શિબિર
ભાવનગર : ડિવાઇન લાઇફ સોસાયટી ઋષિકેશના યોગાચાર્ય પૂ.સ્વામી ધર્મનિષ્ઠાનંદજી સરસ્વતીનો યોગ શિબિર તા.21,22,23 જાન્યુઆરીમાં યોજાશે. જેમા સુક્ષ્મ વ્યાયામ, યોગ, પ્રાણાયામ, ધ્યાન શિખવવામાં આવશે. જોડાવવા ઇચ્છતા ભાઇ, બહેનોએ વહેલી તકે પોતાના નામ સવારે 10 થી 12માં અને સાંજે 5 થી 7માં શિવાનંદ આશ્રમ શિવાજી સર્કલ પાસે લખાવી જવા.

પરમાર્થ ફાઉન્ડેશન સંચાલિત મોબાઈલ પુસ્તકાલયનું આયોજન
ભાવનગર ઃ પરમાર્થ ફાઉન્ડેશન દ્વારા શહેરના સિનિયર સિટીઝન, બાળકો અને યુવાનો તથા બહેનો માટે સુંદર મોબાઈલ પુસ્તકાલય કાનજીભાઈ ચૌહાણ સાહિત્ય રથ ચલાવવામાં આવે છે. જેના માટે મો.9426266001 પર સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો