તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહુવાના સેતરાણાના મહિલાનું સ્વાઇન ફ્લુથી િનપજેલું મોત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હવે શિયાળાની અંતિમ તબક્કાની ઠંડી છે અને રાત્રિના સમયે ઠંડીનો અનુભવ થઇ રહ્યો હોવા છતાં સ્વાઇન ફ્લૂમાં હજી મોતનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે ભાવનગરની સર ટી .હોસ્પિટલમાં મહેવા તાલુકાના સેતરાણા ગામના મહિલાનું સ્વાઇન ફ્લૂથી મોત થયુ હતુ. તો સામે નવા ત્રણ પોઝિટીવ કેસ આ રોગના નોંધાયા હતા.

આજે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં ગત તા.19 ફેબ્રુઆરીથી સ્વાઇન ફ્લૂની સારવાર માટે દાખલ થયેલા મહુવા તાલુકાના સેતરાણાના વતની 50 વર્ષીય મહિલાનું આજે મોત થયું હતુ. ...અનુસંધાન પાના નં.9આ વર્ષે સ્વાઇન ફ્લૂમાં મોતના મામલે રાજ્યમાં ભાવનગર ત્રીજા ક્રમે રહ્યું છે. આ ઉપરાંત આજે નવા ત્રણ દર્દીને સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આમ ફેબ્રુઆરીનો અંત નજીક આવી રહ્યો છે છતાં સ્વાઇન ફ્લૂનો રોગચાળો મંદ પડવાનું નામ લેતો નથી. જે આોરગ્ય વિભાગ માટે ચિંતાનો વિષય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો