તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાશકારો : પાકને મહાવાવાઝોડામાં નુકશાન થતા ખેડૂતોને રૂા.91 કરોડનું ચુકવણું કરવામાં આવ્યું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

નવેમ્બર મહિનામાં મહા વાવાઝોડાથી જિલ્લાભરમાં ખેતીવાડીને ભારે નુકશાન થવા પામ્યું છે.અગાઉ પણ ગત ઓગસ્ટ મહિનામાં અતિવૃષ્ટિથી ખેડૂતોનાં પાકને નુકશાન થતા મોંમા આવેલો કોળીયો ઝુંટવાઇ ગયો હતો.તેની કળ હજુ વળી ન હતી ત્યાં ફરી મહાવાવાઝોડા નામના કુદરતી વાવાઝોડાની આફત આવી પડતા ખેડૂતોને પડયા પર પાટુ જેવી સ્થિતી સર્જાવા પામી છે.

મહાવાવાઝોડાની અસરનાં પગલે પડેલા કમોસમી વરસાદથી ભાવનગર જિલ્લામાં કૃષિ પાકને નુકશાન થયું હોય તેવા 1,52,000 જેટલા ખેડૂતોએ નુકશાનીનું વળતર મેળવવા માટે જિલ્લા પંચાયત ખેતીવાડી વિભાગમાં અરજી કરી હોવાનું ખેતીવાડી વિભાગ દ્વારા જણાવાયું છે જે સંદર્ભે 1,40,000 અરજી પેટે રૂ.9087.52 લાખનું ચુકવણું કરી દેવામાં આવ્યું હોવાનું જિલ્લા પંચાયત ખેતીવાડી વિભાગ દ્વારા જણાવાયું છે. દિવાળી આસપાસના દિવસોમાં મહાવાવાઝોડું ઉદભવ્યું જેના કારણે ગુજરાતમાં સંકટ ઉભું થયું હતું.વાવાઝોડાનું સંકટ તો ટળી ગયું પણ વાવાઝોડાની અસરના કારણે ભાવનગર જિલ્લામાં હળવાથી ભારે કમોસમી વરસાદના કારણે કૃષિ પાકને નુકશાન પહોચ્યું હતું.જેથી ખેડૂતોએ નુકશાનીનું વળતર ચુકવવા માંગ કરી હતી જે સંદર્ભે ગુજરાત સરકારે રાજ્યના ખેડૂતો માટે 37000 કરોડનું સ્પેશ્યલ પેકેજ જાહેર કર્યુ હતું તેમાંથી જિલ્લાના 10 તાલુકાના ખેડૂતોને વળતર ચુકવાયું હતું હજુ પણ કેટલાક ખેડૂતો બાકી રહી ગયા છે તેમને આગામી દિવસોમાં સહાય ચુકવવામાં આવશે. હવે જે 11,300 ઉપરાંતની અરજી બાકી છે તેને આગામી દિવસોમાં રકમ ચુકવાઇ જશે તેમ જણાવાયું હતું.

11 હજારથી વધુ ખેડૂતોને ચૂકવણું કરવાનું હજુ પણ બાકી છે

10 તાલુકામાં ખેડૂતોને અપાયું નુકશાનીનું વળતર

તાલુકો અરજી રકમ ચુકવણું લાખમાં

ભાવનગર 9486 807.57

ગારિયાધાર 15,620 610.32

ઘોઘા 8285 331.40

જેસર 2235 8940

મહુવા 24862 2497.97

સિહોર 17439 705.56

પાલિતાણા 14227 618.22

તળાજા 24936 1771.73

ઉમરાળા 13710 1231.29

વલભીપુર 9883 424.06
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો