તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાઇફ સાયન્સ ડિપા. દ્વારા આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર¿ ભાવનગર | 27 ફેબ્રુઆરી

દર વર્ષે 28મી ફેબ્રુઆરીનો દિવસ રાષ્ટ્રીય કક્ષાએ વિજ્ઞાન દિવસ તરીકે ઉજવાય છે. આ દિવસે નોબેલ પ્રાઈઝ વિજેતા ભારતીય વૈજ્ઞાનિક ડો. સી.વી. રામને સમગ્ર વિશ્વમાં ઉપયોગી \\\'રામન અસર’ ફિઝીકસ વિજ્ઞાનમાં પ્રસ્તુત કરી હતી. આથી દેશમાં યુવા વર્ગમાં વિજ્ઞાનમાં રસ જાગે તે હેતુથી દર વર્ષે 28મી ફેબ્રુઆરીનાં દિવસને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવાય છે. આ ઉજવણી અંતર્ગત તા.28 ફેબ્રુઆરીને ગુરૂવારે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.ના લાઇફ સાયન્સ ભવન દ્વારા નેશનલ સાયન્સ ડે નિમિત્તે સાયન્સ ફોર ધ પીપલ અને પીપલ ફોર ધ સાયન્સ વિષયે વક્તવ્યો જે.સી.બોઝ હોલ, લાઇફ સાયન્સ ભવન ખાતે યોજાયા છે.

લાઇફ સાયન્સ ભવન દ્વારા ગુરૂવારે ઉજવણીનો આરંભ સવારે 11 કલાકે થશે અને સ્વાગત પ્રવચન બાદ સવારે 11.30 કલાકે સેન્ટ્રલ સોલ્ટ સંસ્થાના મુખ્ય વૈજ્ઞાનિક ડો.આર.બી.થોરાટ વક્તવ્ય આપશે. તો બપોરે 12.10થી 12.50 દરમિયાન મરિન સાયન્સ ભવનના પૂર્વ પ્રો.ડી.સી.ભટ્ટ પણ વિષયને અનુરૂપ વક્તવ્ય આપશે. બપોરે 1થી 2 દરમિયાન પોસ્ટર પ્રોર્શન લાઇફ સાયન્સ વિભાગના વિદ્યાર્થી�ઓ દ્વારા કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો