તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નેતાઓએ નાણા વગર જ દાખવ્યો રાષ્ટ્રપ્રેમ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પુલવામાના આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનો અને તેના પરિવારજનો પ્રત્યે સમગ્ર દેશમાં સંવેદનાનું મોજુ ફરી વળ્યું છે. સામાન્ય સફાઈ કામદાર અને શ્રમિકથી માંડી ઉદ્યોગપતિઓ સુધીના નગરજનોએ વીર શહીદ જવાનોના પરિવારની પડખે આર્થિક રીતે ઊભા રહી મદદરૂપ થવા નાની મોટી રકમની સહાય કરી છે. પરંતુ પ્રજાના પ્રતિનિધિઓ, નગરસેવકો, જિલ્લા પંચાયતના સદસ્ય કે મોટાભાગના રાજકીય આગેવાનોએ શહીદોના પરિવારજનો માટે આજ સુધી આર્થિક સહાય આપવા માટે કોઈ આવકારદાયક પગલું ભર્યું નથી. ભારતીય સૈનિકો પર આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવાર પર આવી પડેલી આપતીમાં મદદરૂપ થવા સમગ્ર દેશમાં રાષ્ટ્રપેમ છવાયો છે. અને ફૂલ નહીં તો ફૂલની પાંદડીરૂપે ભાવનગર સહિત દેશવાસીઓ આર્થિક સહાય કરી રહ્યા છે. ભાવનગરમાં જ આજ સુધી રૂપિયા 50.37 લાખ શહીદ પરિવારોના સહાય ફંડમાં જમા થયા છે. સામાજિક પ્રસંગોમાં પણ આવેલી રકમ શહીદોના પરિવારજનોને અર્પણ કરવાના અનેક દાખલા છે. તેમજ મહાનગરપાલિકા, કલેકટર કચેરી, જીલ્લા પંચાયત અને પોલીસ વિભાગના સરકારી અધિકારીઓ તેમજ કર્મચારીઓએ પણ પોતાના પગારમાંથી એક દિવસનો પગાર સહિતના પરિવારજનોને સહાય આપવા નિર્ણય કરી તેનું અમલીકરણ પણ શરૂ કરાયું છે. શહીદોના પરિવારને સહાય રૂપે અંજલિ અર્પી રાષ્ટ્રપ્રેમ દાખવતા અનેક લોકો સલામીને પાત્ર છે. પરંતુ આશ્ચર્ય સાથે થોડી શરમજનક બાબત તો તે છે કે, નાનામાં નાનો માણસ શહીદોના પરિવારને સહાય આપવા તત્પર છે. ક્યારે પ્રજાના પ્રતિનિધિઓ, કોર્પોરેટરો, જિલ્લા પંચાયતના સદસ્યો અને મોટા ભાગના રાજકીય આગેવાનો દ્વારા સહાયરૂપ થવા હજુ સુધી કોઈ જ આવકારદાયક પગલું ભરાયું નથી. સામાન્યતઃ પ્રજાના પ્રતિનિધિઓ ના પ્રેરણાદાયી પગલે પગલે પ્રજા ચાલતી હોય છે પરંતુ રાષ્ટ્રપ્રેમ માં પ્રજાના પ્રતિનિધિઓને પ્રજાજનોએ પાછળ રાખી દીધા છે.

મ્યુ.સભામાં પણ થઈ હતી ચર્ચા
મહાનગરપાલિકાની તાજેતરમાં મળેલી સાધારણ સભામાં પુલવામાના શહીદોના માનમાં ચર્ચા દલીલો નહીં કરવાની વિનંતી બાદ સર્વાનુમતે કાર્યોને ચર્ચા વગર બહાલી અપાઇ હતી. અને તત્કાલીન સમયે વિરોધપક્ષના નેતાએ શહીદોના પરિવારજનોને સહાય આપવાના કરેલા સૂચનને મેયર ખાતરી આપી હતી. પરંતુ આજ સુધી એક પણ રૂપિયાની સહાય આપી નથી તે વાસ્તવિકતા છે. માનદ વેતન માંથી સહાય અપાશે

તમામ નગરસેવકો સહાય આપશે
ભારતના વીર શહીદોના પરિવારજનોને સહાયરૂપ બનવા કોર્પોરેશનના તમામ નગરસેવકોના માનદ વેતન માથી સહાય કરવામાં આવશે જે માટે વિરોધ પક્ષના નેતાની પણ સંમતિ લેવાઈ ગઈ છે. શાસક અને વિપક્ષના તમામ સભ્યો સહાયરૂપ બનશે. મનહરભાઈ મોરી, મેયર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો