તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા આવતી કાલથી લર્નિંગ લાયસન્સ અભિયાનનો આરંભ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિવ્ય ભાસ્કર ગ્રુપના સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા પોતાની સામાજિક જવાબદારીના ભાગરૂપે હવે કોલેજોમાં જઇ ત્યાંના વિદ્યાર્થીઓને લર્નિંગ ડ્રાઇવિંગ લાયસન્સ અભિયાન યોજવામાં આવ્યું છે. આ અભિયાનમાં મંત્રી વિભાવરીબહેન દવે, ભાવનગર આર.ટી.ઓ., સુરક્ષા સેતુ અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.નો સહયોગ સાંપડ્યો છે. આ અભિયાન અંતર્ગત પ્રથમ કાર્યક્રમ તા.1 ઓક્ટોબરને મંગળવારે શહેરની નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે યોજવામાં આવ્યો છે.

લર્નિંગ ડ્રાઇવિંગ લાયસન્સ અભિયાનમાં ડીઆઈજી અશોકકુમાર યાદવ, ઉદ્યોગપતિ કોમલકાંત શર્મા, આર.ટી.ઓ. જે.જે. ચુડાસમાની વિશેષ ઉપસ્થિતિમાં આ કોલેજની વિદ્યાર્થિનીઓને ડ્રાઇવિંગ લાયસન્સની જરૂરિયાત અંગે જાણકારી આપી ઓનલાઇન ડ્રાઇવિંગ લાયસન્સ, રજિસ્ટ્રેશન અને લર્નિંગ લાયસન્સની પરીક્ષા અંગે સરળ શૈલીમાં સમજણ આપવામાં આવશે.

આ અભિયાન અંતર્ગત નંદકુંવરબા મહિલા કોલેજમાં જ વિદ્યાર્થિનીઓ દ્વારા ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાશે અને ત્યાર બાદ આર.ટી.ઓ.ની સૂચના મળે તે પ્રમાણે તબક્કાવાર આરટીઓ કચેરી ખાતે ખાસ વ્યવસ્થા ગોઠવી વિદ્યાર્થિનીઓને સરળતાથી લાયસન્સ મળે તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે જરૂરી કમ્પ્યૂટર પરીક્ષા વિગેરેની કાર્યવાહી ફરજિયાત કરવાની રહેશે.

આ અભિયાન અંતર્ગત નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે ઉદ્યોગપતિ કોમલકાંત શર્માના સૌજન્યથી જે વિદ્યાર્થિનીઓ આરટીઓમાંથી લર્નિંગ લાયસન્સ મેળવે તેને આ લાયસન્સની સાથે જ હેલમેટ ભેટ સ્વરૂપે આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...