ખેડૂતોને જીરો ટકા વ્યાજદરથી કૃષિ ધિરાણની નીતિ પોકળ પુરવાર

િધરાણ મેળવનાર ખેડૂતોમાં એકને ગોળ અને બીજાને ખોળ ઉમરાળા તાલુકાના ચોગઠ, બજુડ સહિતના ગામોના ખેડૂતો અનેક...

DivyaBhaskar News Network | Updated - Dec 07, 2018, 04:16 AM
Umrala News - latest umrala news 041617
ઉમરાળા તાલુકા સહિત ગુજરાતના ખેડૂતોને જીરો ટકા વ્યાજ દરથી કૃષિ ધિરાણ અપાતું હોવાથી ગુજરાત સરકારની વાત પોકળ પુરવાર થતી હોય તેમ કેટલીક બેન્કો માંથી ધિરાણ મેળવનાર ખેડૂતો આ લાભથી હજુસુધી વંચિત રહેવા પામ્યા છે.

ખેડૂતો ખેતી વિકાસ સહકારી મંડળીમાંથી ખેત ધિરાણ મેળવતા હોય છે.આ ઉપરાંત સ્થાનિક કક્ષાએ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા (એસ.બી.આઇ) તથા ગ્રામીણ બેન્ક જેવી જુદી-જુદી બેન્કોની શાખાઓ માંથી પણ ધિરાણ મેળવતા હોય છે.

ખેડૂતોને રૂપિયા 3 લાખ સુધીના કૃષિ ધિરાણમાં સાત ટકા વ્યાજ દર રખાયો છે. જેમાંથી ત્રણ ટકા કેન્દ્ર સરકાર, ચાર ટકા રાજય સરકાર તરફથી વ્યાજ રાહત આપવાની થયેલી જાહેરાતના અનુસંધાને ખેડૂતોને જીરો ટકા વ્યાજથી (વગર વ્યાજે) ધિરાણ અપાતુ હોવાની ગુજરાત સરકાર જાહેરાતો કરે છે. પરંતુ વાસ્તવિકતા એવી છે કે, રાજય સરકારે જે ચાર ટકા લેખેની રકમ ફાળવવાની હોય છે તે સમયસર અપાતી નથી જેના કારણે જયાં સુધી આવી રકમ સરકાર ન આપે ત્યા સુધી તે વ્યાજનું ભારણ ખેડૂતોએ ભોગવવું પડી રહ્યું છે.

રાજય સરકાર તેના ચાર ટકા લેખેની રકમ સહકારી અને બેંકીંગ સંસ્થાઓને મોડી ફાળવે તે દરમિયાન જિલ્લા સહકારી બેન્ક તથા એસ.બી.આઇ જેવી બેન્કો તેની પાસેથી ધિરાણ મેળવનાર ખેડૂતોને પુરેપુરૂ વ્યાજ વળતર પોતાના સ્વભંડોળ માંથી આપી દે છે. પરંતુ ઉમરાળા તાલુકાના ચોગઠ, બજુડ, વિગેરે મોટા ગામોમાં કાર્યરત ગ્રામીણ બેન્કો ગુજરાત સરકાર તરફથી રકમ જમા આપવાનો પરિપત્ર ન આવે ત્યાં સુધી ખેડૂતોને વ્યાજ વળતર આપતી નથી. જેના કારણે ખેડૂતોમાં કચવાટની લાગણી જન્મી છે.

આમ જુદી-જુદી સંસ્થાઓ પાસેથી ધિરાણ મેળવનાર ખેડૂતોમાં એકને ગોળ અને બીજાને ખોળ આપવાની સરકારી નીતિ ખેડૂતોમાં ટીકા પાત્ર બની છે.

X
Umrala News - latest umrala news 041617
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App