Home » Saurashtra » Latest News » Bhavnagar City » Talaja News - latest talaja news 041534

તળાજા માર્કેટ યાર્ડમાં નવી બોડી સામે વિકાસ માટે અનેક પડકારો

Divyabhaskar.com | Updated - Dec 07, 2018, 04:15 AM

પરિવર્તન

 • Talaja News - latest talaja news 041534
  તાજેતરમાં તળાજા માર્કેટ યાર્ડની યોજાયેલ ચૂંટણી અને પરિણામો આવ્યા બાદ ભાજપે સતા ગુમાવી છે જ્યારે કોંગ્રેસ પ્રેરિત પેનલનો વિજય થયો છે. એટલે કે માર્કેટ યાર્ડમાં સતાનું શાસન કોંગ્રેસ પ્રેરીત પેનલના ફાળે ગયું છે ત્યારે સતા સંભાળવાની નવી બોડી સામે અનેક પડકારો આવી રહ્યાં છે જેમાં પારદર્શી વહીવટ સાથે ખેડૂતોનાં સર્વાંગીક હિતમાં સમ્સ્યાઓનું નિરાકરણ આવશ્યક છે.

  તળાજા તાલુકાનાં ગ્રામ્યલક્ષી અર્થતંત્ર નાં સર્વાંગી વિકાસ માટે ભારે અગત્યતા ધરાવતી સંસ્થા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, તળાજાની તાજેતરમાં સંપન્ન થયેલ ચુંટણીમાં ભારે મતદાનથી ખેડૂતોનાં પ્રભાવનો સંકેત મળ્યો છે. જેનાં પ્રાથમીક પરિણામોમાં ગત ટર્મ નાં ભા.જ.પ પ્રેરિત શાસનને ઝટકો આપ્યો છે. પરંતુ તેમાં કોંગ્રેસે પણ બહુ હરખાવા જેવું નથી એમ માનીને તળાજા મા.યાર્ડ મા આગામી સમયમાં સત્તા સંભાવનાર નવી બોડી ને પારદર્શી વહીવટ સાથે ખેડૂતોનાં હિતને ધ્યાને લઇ વેપારીઓ સાથે સંકલન સાધીને, ખેડૂતની સમસ્યાઓ નિવારવા કાર્યરત રહેવા સંકેત અપાયો છે.

  તળાજા માર્કેટીંગ યાર્ડમાં એકાદ ટર્મ નાં કોંગ્રેસ પ્રેરિત બોડીને બાદ કરતા બાકીનું શાસન ભા.જ.પ તરફી જુથનું રહયું છે.

  17 વર્ષ પહેલા ભાડાની મિલકતમાં સ્થાપી સ્વરૂપે તળાજા માર્કેટ યાર્ડનો પ્રારંભ થયા પછી ટી.એમ.સી પ્રોજેકટ સહીત કેન્દ્ર અને રાજ્ય સરકાર ની સહાયથી તળાજા યાર્ડનો ભૌતિક સુવિધાઓ માં ખૂબજ વધારો થતો રહયો છે.

  આવતા સમયમાં તળાજા માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતોનાં હિતમાંજ વેપારીઓ સાથે સહકાર અને સંકલન જાણવામાં આવે તે હેતુથી નવી બોડી કાર્યરત થાય અને તેમાં પક્ષા પક્ષી થી પર રહીને ખેડૂત અને ગ્રામીણ અર્થતંત્રની પ્રગતિમાં સૌનો સાથે મળે તે આવશ્યકતા છે.

  ડુંગળીનો કારોબાર વેગવાન બનાવવાની જરૂર

  તળાજા તાલકાનાં ખેડૂતો પિયતની અનુકુળતા મુજબ બારમાસી ખેતીનું આયોજન કરે છે. જેમાં ખરીફ સીઝનને બાદ કરતાં રબી અને શિયાળુ સીઝનમાં ડુંગળી નાં ઉત્પાદનમાં માહેર છે. રાષ્ટ્રિય અને આંતર રાષ્ટ્રિય કાંદા બજારમાં \"\"તળાજા લાલ’’ ડુંગળીની વિપુલ માંગ રહે છે. ત્યારે ગત 2017-18 વર્ષમાં તળાજા માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીનો કારોબાર સંપૂર્ણ ઠબ્બ રહ્યો હતો. જેથી તળાજાનાં ખેડૂતોને ડુંગળી વેચવા મહુવા કે ભાવનગર જવું પડયું હતું. ઉપરાંત તળાજાને રેલ્વેની સુવિધા ન હોવાથી ડુંગળીનાં ઉત્પાદકોને અન્ય કેન્દ્ર કરતા અહીં ભાવો ઓછા મળે છે. ઉપરાંત આગળનાં વર્ષ 2016-17 માં સરકાર દ્વારા ડુંગળીનાં ખેડૂતોને મળવાપાત્ર બોનસ સહાયની તમામ અરજીઓ પેડીંગ રહી છે. આવા સમયે તળાજા માર્કેટ યાર્ડનાં વહીવટ કર્તાઓની ખરી કસોટી થાય છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ