ડુંગળીના ગગડતા ભાવથી ખેડૂતોને થતુ નુકશાન

તળાજા અને મહુવા પંથકમાં વધારે માં વધારે ડુંગળી થતી હોય છે અને આ વર્ષે ડુંગળીના ભાવ ખુબજ નીચા છે. અને ખાતર, બિયારણ,...

DivyaBhaskar News Network | Updated - Dec 07, 2018, 04:15 AM
Talaja News - latest talaja news 041531
તળાજા અને મહુવા પંથકમાં વધારે માં વધારે ડુંગળી થતી હોય છે અને આ વર્ષે ડુંગળીના ભાવ ખુબજ નીચા છે. અને ખાતર, બિયારણ, દવા, તથા મજુરી ખુબજ મોંધી છે. જેથી ડુંગળીના ભાવ વધે તોજ ખેડૂતને ફાયદો થાય તેમ છે તથા આ વર્ષે ચોમાસુ પણ નબળુ રહ્યું છે. એટલે પાણી કુવામાં નથી તેથી કપાસ પણ થયો નથી, મગફળી પણ નહિવત જ થઈ છે. માત્ર ખેડૂતોને ડુંગળી પણ નહિવત જ થઈ છે. માત્ર ખેડૂતોને ડુંગળીનો આધાર છે તેના માટે ડુંગળીના ભાવ આવે તો જ ખેડૂતો ટકી શકે તેમ છે. અને ડુંગળીની નીકાસ થાય તોજ ભાવ વધે ત્યારે 50 થી 200 સુધીના ભાવ છે. તેમાય વધારે તો 100 સુધીજ વેચાય છે. ખેડૂતોને ખેતીની ઉપજનાં યોગ્ય ભાવ તેવી વ્યવસ્થા કરવા તળાજા કારોબારી સમિતિના ચેરમેન લક્ષ્મણ ભાઈ ટાઢાએ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને રજુઆત કરી યોગ્ય ભાવ મળે તેવી વ્યવસ્થા કરવા માંગ કરાઈ છે.

X
Talaja News - latest talaja news 041531
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App