જંગલી પશુઓ, ઢોરનાં ત્રાસથી ખેડૂતો પરેશાન

DivyaBhaskar News Network

Dec 07, 2018, 04:15 AM IST
Talaja News - latest talaja news 041520
ઠળીયા પંથકમાં રોજ, રેઢીયાર ઢોર, ખૂંટીયા અને ભુંડનાં ત્રાસથી ત્રાહિમામ થયા છે જયારે કેનાલનાં અભાવે ખેડૂતો પિયતનાં પાણી તંગી અનુભવી રહ્યાં છે.

ઠળીયા પંથક તથા સમગ્ર તળાજા તાલુકામાં નીલગાય(રોજ),ખૂંટીયા, ભૂંડ અને રેઢિયાર ઢોરથી ખેડૂતો રાહ-દારીઓ, મજુરો અને આમ જનતા વગેરે આ રાની પશુઓનો શિકાર બનતા હોય છે. રોજ અને અન્ય પ્રાણીઓથી 30 થી 40 ટકા નુકશાન થાય છે. અને આ વિસ્તારમાં કેનાલ નહી હોવાથી પાણી ખુબજ અોછું છે અને તેના લીધે ખેડૂતોને થોડો ઘણો માલ ઢોર માટે ચારો હોય છે. તે પણ એક વખત રોજ અથવા તો રેઢિયાર ઢોર આવે એટલે તમામ ચારો ખાય જાય છે.

રોજ રેઢીયાર ઢોર-ભુંડ અને ખૂંટીયાને ગામડાઓમાંથી અન્ય જગ્યાએ એટલે કે જંગલ વિસ્તારમાં લઈ જવામાં આવે તો ખેડૂતોને પોતાની ખેતી-વાડીમાં ફાયદો થાય અને રાહદારીઅોને અકસ્માત ન થાય.

ઠળીયા પંથકમાં કેનાલ નહિ હોવાના કારણે પીવાના પાણી અને પીયતનાં પાણીની કાયમ માટે તંગી રહે છે આ ગામો જેવા કે ઠળીયા, કુંઢડા, રાળગોન, ઘાંટરવાળા, બેલડા, જુની છાપરી, નવી છાપરી નાના મોટા ઘાણા, પસવી, બગદાણા, ધરાઈ, મોણપર વગેરે ગામોમાં કેનાલ નથી પાણીની મુશ્કેલીઓ રહે છે અને થોડું ઘણું પાણી હોય અને મોલાત થાય તો રાની પશુઓ આ મોલાતને ખાઈજાય છે ખેડૂતો માલ-ઢોર ને શું ખવરાવે? તે પણ અેક પ્રશ્ન ઉભો થાય છે. આ માટે ખેડૂત આગેવાન અને તાલુકા પંચાયત તળાજાનાં કારોબારી ચેરમેન લક્ષ્મણભાઈ ટાઢાએ અવાર-નવાર કૃષિમંત્રીને રજુઆતો કરી છે.

X
Talaja News - latest talaja news 041520
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી