સિહોર અને મહુવામાં મારામારી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિહોર, મહુવા બ્યુરો | 26 ફેબ્રુઆરી

સિહોર તાલુકાના કરકોલિયા ગામે રહેતા લખમણભાઇ સોંડાભાઇ ચાવડાની વાડીની વાડ આ જ ગામે રહેતા ઘનશ્યામભાઇ વલ્લભભાઇ ડાભી, અમિતભાઇ વલ્લભભાઇ ડાભી, વલ્લભભાઇ પરશોતમભાઇ ડાભી, અનિલભાઇ વિનાભાઇ ડાભી કાપી રહ્યા હતા. આથી લખમણભાઇએ વાડ કાપવાની ના પાડતા ઉપરોકત શખ્શોએ એકસપં કરી લખમણભાઇને ધારિયા વતી માર મારી ઇજા કર્યાની ફરિયાદ નોંધાવાઇ છે. જયારે મહુવામાં આઈસર ગાડી ચલાવવા બાબતે થયેલી બોલાચાલી મારામારીમાં ફેરવાયેલ છે. મહુવા ખારઝાપાના લાલજીભાઇ ગોબરભાઇ મકવાણાને મુકેશભાઇ રામજીભાઇ, દિનેશભાઇ રામજીભાઇ અને રામજીભાઇ આતુભાઇએ પાઈપ, ઘોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ઘમકી આપ્યાની ફરીયાદ નોંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...