સિહોર ખાતે આજે િલગલ સર્વિસ કેમ્પ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | સરકારી વિવિધ કચેરીઓનાં સમન્વયથી સિહોર અને તેની આજુબાજુનાં ગામની જાહેર જનતાને રાજ્ય સરકારની વિવિધ યોજનાનાં લાભો મળી રહે તે હેતુથી ટાઉન હોલ, િસહોર ખાતે તા.28 ફેબ્રુઆરી, બુધવારનાં રોજ સવારે 10થી2 કલાક દરમ્યાન એક લીગલ સર્વિસ કેમ્પ યોજેલ છે.

ભાલનો નીચાણવાળો ટ્રેક અપ લેવલ લેવા માંગ
ભાવનગર | ભાવનગર રેલવેમાં બોટાદ- અમદાવાદ બ્રોડગેજ કન્વર્જનું કામ ચાલી રહ્યું છે ત્યારે જ રેલવેવિદોનું કહેવું છે કે રૂ. 950 કરોડ કે તેથી વધુ બજેટ સાથે થઇ રહેલો બ્રોડગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ માત્ર બજેટ બતાવવા પૂરતો ફટાફટ પૂરો કરી દેવાને બદલે આ માર્ગમાં આવતા લોલિયા ડીપ તેમ તગડી ડીપ પાસે બ્રીઝ બનાવવામાં આવે તેમજ ભીમનાથ, તગડી, અડાળા-ભાલ લોથલ-ભુરખી વગેરે સ્ટેશનો પાસેથી પસાર થતી રેલવે લાઇનનો ભાગ ઊંચાણવાળો રાખવામાં આવે. અહીં હાઇ પીલર વાળા પુલ બનાવવામાં નહીં આવે તો આખાયે પ્રોજેક્ટ પર પાણી ફરી વળશે અને દર વર્ષે ચોમાસાની ઋતુમાં તેમ જ અમાસ-પૂનમની મોટી ભરતીમાં જે રીતે પાણી ભરાય છે તે રીતે ભરાયાં કરશે.