વલભીપુર તાલુકામાં ખજુર દાળીયાનો વેપાર કેશલેસથી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલભીપુર બ્યુરો | 27 ફેબ્રુઆરી

સમગ્ર ભારતમાં કેશલેસ વલભીપુર તાલુકામાં ખજુર-ડાળીયા વાળા પણ ઓન લાઇન પેમેન્ટ સ્વીકારે છે.

સમગ્ર ભાવનગર જિલ્લાનું ગૌરવ કહી શકાય તેમજ માની શકાય તેવી બાબત એ છે કે, સમગ્ર દેશમાં સર્વ પ્રથમ કેશ લેસ તાલુકો અને કેશ લેસ નગરપાલીકા જાહેર કરવામાં આવી છે. અને તેનાં ભાગ સ્વરૂપે કેશ લેસ તાલુકાની ચકાસણી કરવા માટે દિલ્હી થી એક ખાસ ટીમ અધિકારીઓની પેરા મીટર સાથે આગમન થયું છે. અને આ ટીમ ગ્રામ્ય પંથકમાં ભમ્રણ કરીને ખરી વાસ્તવીકતાનો આંકડો મેળવવાનો પ્રયાસ કરશે.

વલભીપુર તાલુકાનાં તમામ રેશનશોપ કેશ લેસ થયા છે. સાથો નાના-મોટા વેપારીઓ થી લઇ મેડીકલ સ્ટોર, ગ્રામ પંચાયતોનો વહીવટ પણ કેશ લેસ થયો છે. અને તેના દાખલા સ્વરૂપે બજારમાં ઉભેલા ખજુર અને ડાળીયા વેચતો એક લારી ફેરીયા વેપારી પણ પે.ટીએમ.થી આર્થિક વ્યવહાર કરતા જણાયો હતો. અને કેશ લેસ તાલુકા બનાવવા માટે શિહોરનાં તત્કાલીન પ્રાંત અધિકારી સૈયદ, વર્તમાન પ્રાંત અધિકારી પ્રદિપસિંહ ઝણકાત,મામલતદાર એચ.એસ.ચૌહાણ અને તેમની કચેરીની સમગ્ર ટીમ સાથે તાલુકા વિકાસ અધિકારી પંડયા તેમજ તેમની કચેરીએ પૂર્ણ ધગશ સાથે કામગીરી હાથ ધરતા આ મીશન સફળ થયું છે. દિલ્હીની ટીમ હજુ બે દિવસ તાલુકામાં સર્વે સાથે ચકાસણી હાથ ધરશે.

અન્ય સમાચારો પણ છે...