સિહોરના મેઘવદર-જાળીયાની STની સુવિધા છીનવાતા રોષ

DivyaBhaskar News Network

Dec 07, 2018, 03:56 AM IST
Sihor News - latest sihor news 035629
સિહોર તાલુકાના મેઘવદર અને જાળિયા ગામની એસટી. સેવા છીનવાતા નિયમિત અપડાઉન કરતા વિદ્યાર્થીઓ-મુસાફરો હાલાકી ભોગવી રહ્યાં છે.

આજે દિવસે દિવસે લોકોની સુવિધા પ્રત્યેની અપેક્ષાઓ વધતી જાય છે.અને વાહન અને સંદેશા વ્યવહારનો વ્યાય પણ એટલા જ વધી રહ્યા છે.બે ગામ નહીં,પરંતુ બે શહેર કે દેશ વચ્ચેના ભૌગોલિક અંતરો ઘટી રહ્યા છે.સુવિધાઓની માયાજાળ વિસ્તરી રહી છે. બીજી તરફ ગામડાઓમાં વાહન વ્યવહારની સુવિધા આજે પણ એટલી જ દુવિધાયુકત છે. સિહોર તાલુકાના મેઘવદર અને નવા જાળિયા ગામે એસ.ટી.બંધ કરી દેવાતા આ વિસ્તારના રહીશોમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે.

સિહોર તાલુકાના મેઘવદર અને નવા જાળિયા ગામે ચાલતી મીની એસ.ટી.છેલ્લા થોડાક સમયથી બંધ કરી દેવામાં આવી છે.

હાલમાં સરકાર કન્યા કેળવણી ઉપર વિશેષ ભાર મૂકી રહી છે.અને મેઘવદર તેમજ નવા જાળિયા ગામના વિદ્યાર્થીઓ અને વિધાર્થિનીઓ આ એસ.ટી.માં અપ-ડાઉન કરતાં હતા.અને વિધાર્થીઓ સમયસર શાળાએ પહોંચી શકતા હતા. હવે આ એસ.ટી.ની સુવિધા છીનવાઇ જતાં આ વિધાર્થીઓ ભારે હાલાકી અને પરેશાનીનો સામનો કરી રહ્યા છે.

એસ.ટી. બંધ થતાં આ વિસ્તારના રહીશો અને વિધાર્થીઓને મને-કમને ખાનગી વાહનોમાં બેસવું પડે છે. અને ખાનગી વાહનોવાળા મન ફાવે તેમ ભાડામાં લૂંટ કરતાં હોય છે. આથી આ વિસ્તારમાં આ બાબતે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. અને આ એસ.ટી. વહેલામાં વહેલી તકે પુન: શરૂ કરવામાં આવે તેવી લોકમાંગ ઊઠવા પામી છે.

બસ માત્ર તહેવારો પૂરતી જ બંધ કરાઇ હતી

આ બસ સેવા હાલમાં ચાલુ જ છે. બંધ કરવામાં આવી નથી. પરંતુ દિવાળીના દિવસોમાં એક્સ્ટ્રા બસ સેવા આપવાની હોઇ કેટલીક બસો તહેવારોના દિવસો પૂરતી બંધ રહી હતી તેમાં આ બસ સેવાનો સમાવેશ થયો હતો. બાકી આ બસ સેવા બંધ થઇ છે એવું કોઇએ માની લેવાની જરુર નથી. બશીર મુસાણી, ડેપો મેનેજર, પાલીતાણા

X
Sihor News - latest sihor news 035629
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી