સિહોર તા.નાં ઝરીયા - સણોસરા માર્ગથી વાહન ચાલકો ત્રાહીમામ

અેકતો સાંકડો માર્ગ તેમાં અનેક જગ્યાએ મોટા ખાડાઓ ઉંટ સવારીનો અનુભવ કરતા રાહદારીઓ- વાહનચાલકોની આ માર્ગને...

DivyaBhaskar News Network | Updated - Dec 07, 2018, 03:56 AM
Sihor News - latest sihor news 035625
સિહોર તાલુકાના સણોસરાથી ઝરિયા વચ્ચેનો બિસ્માર માર્ગ આ વિસ્તારના રહીશો માટે માથાના દુખાવા સમાન બની ગયો છે.

સિહોર તાલુકાના સણોસરાથી ઝરિયા વચ્ચેનો માર્ગ અત્યંત ખરાબ બની ગયો છે. એક તો આ રોડ સાંકડો અને એમાં અનેક જગ્યાએ મોટા-મોટા ખાડા પડી ગયા છે. જેને કારણે આ રોડ પરથી પસાર થતાં વાહનચાલકોમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે.

સણોસરાએ મોટું ગામ છે. અને સણોસરા ગામે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ આવેલી છે.

ઝરિયાના ઘણા બધા વિધાર્થી પોતાના ભાવિના ઘડતર માટે સણોસરા આવેલી છે. સણોસરા ગામે એસ.બી.આઇ. બેંક આવેલી છે. હટાણાનું કેન્દ્ર છે. ઝરિયાથી સણોસરા મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ અને ગ્રામજનો અપ -ડાઉન કરે છે. અત્યારે આ રોડ સાવ બિસ્માર બની ગયો છે.

આ રોડ પરથી પસાર થનારને ઊંટસવારીનો અનુભવ થાય છે. આ રોડને વહેલામાં વહેલી તકે રિ-કાર્પેટ કરવામાં આવે તેવી પ્રબળ લોકમાંગ ઊઠવા પામી છે.

રિ-કાર્પેટ કરવા દરખાસ્ત મોકલી છે

ગ્રામ્ય પંથકના જે-જે રોડ બન્યાને સાત કે દસ વરસ થયા છે તે અંગેની માહિતી સરકાર દ્વારા માંગવામાં આવી છે. આગામી સમયમાં આવા રોડને રિ-કાર્પેટ કરવા માટે સાત માસ પૂર્વે સરકારમાં દરખાસ્ત મોકલવામાં આવી છે.મંજુરી મળ્યે આગળની કાર્યવાહી હાથ ધરાશે. રોડના પ્રશ્ને વહેલીતકે કાર્યવાહી થશે. દિલીપભાઇ ઠાકોર, ના.કા.ઇ. મકાન અને માર્ગ વિભાગ પંચાયત, સિહોર

X
Sihor News - latest sihor news 035625
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App