Home » Saurashtra » Latest News » Bhavnagar City » Sihor News - latest sihor news 035615

જસદણમાં પેટા ચૂંટણીમાં 8 ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર

Divyabhaskar.com | Updated - Dec 07, 2018, 03:56 AM

વિધાનસભા-72ની 20 ડિસેમ્બરે પેટા ચૂંટણી યોજાશે 4 અપક્ષ અને 1 ગુજરાત જનચેતના પાર્ટીના ઉમેદવારે ઉમેદવારી ફોર્મ...

 • Sihor News - latest sihor news 035615
  જસદણ વિધાનસભા-72 મત વિસ્તારની આગામી તા.20 ના રોજ પેટાચૂંટણી યોજાનાર છે. જેના ભાગરૂપે ગુરૂવારે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો. જેમાં કુલ 15 ઉમેદવારો હતા તે પૈકી અપક્ષ ઉમેદવારો સુરેશભાઈ મેરામભાઈ જોગરાજીયા, મહેશગીરી મહારાજગીરી ગોસ્વામી, રસિક સોમાભાઈ રોજાસરા, જીજ્ઞેશભાઈ વસંતભાઈ બોઘરા, મનસુખભાઈ જેઠાભાઈ ખેતરીયા, પંકજભાઈ દિલીપભાઈ મંડીર અને ગુજરાત જનચેતના પાર્ટીના વાલજીભાઈ મેઘજીભાઈ ઝાપડીયા સહિત 7 ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ પરત ખેંચતા હવે કુલ 8 ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ જામશે.

  જસદણ વિધાનસભા-72 મતવિસ્તારની પેટાચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો આજે ગુરૂવારે છેલ્લો દિવસ હતો. જેમાંથી 6 અપક્ષ અને 1 ગુજરાત જનચેતના પાર્ટીના ઉમેદવારે પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચતા હવે કુલ 8 ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ જામશે. હવે ભારતીય જનતા પક્ષમાંથી કુંવરજીભાઈ મોહનભાઈ બાવળીયા, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના અવસરભાઈ કાનજીભાઈ નાકીયા, વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના ધરમશીભાઈ રામજીભાઈ ઢાપા, નવીન ભારત નિર્માણ મંચના દિનેશભાઈ શનાભાઈ પટેલ, અપક્ષ ઉમેદવાર ભરતભાઈ જેસાભાઈ માનકોલીયા, નાથાલાલ પુંજાભાઈ ચિત્રોડા, મુકેશભાઈ મોહનભાઈ ભેંસજાળીયા, નીરૂપાબેન નટવરલાલ માઘુ વચ્ચે જસદણની પેટાચૂંટણીનો જંગ જામશે.

  પેટા ચૂંટણી સંદર્ભે કલેક્ટર વધુ સાત જાહેરનામા પ્રસિધ્ધ કર્યા

  મતદાન મથકો તથા આસપાસની 100 મી.વિસ્તારમાં કોઇપણ અનધિકૃત વ્યક્તિઓ એકત્રિત થશે નહીં કે મતદાન મથકમાં પ્રવેશી શકશે નહીં કે 100 મી. ત્રિજ્યામાં વાહન લઇ જઇ શકશે નહીં.

  ઉમેદવાર કે ચૂંટણી એજન્ટ કે અન્ય વ્યક્તિએ મતદાન મથકના આસપાસના 200મી. વિસ્તારમાં ચૂંટણી બૂથ ઊભા ન કરવા બાબત

  મતદાન મથકોએ એક લાઇનમાં ઊભા રહેવું અને સ્ત્રીઓ માટે જુદી લાઇન બનાવવી તેમજ મત આપ્યા પછી મતદાન મથક તથા તે વિસ્તારમાંથી ચાલ્યા જવું

  મતગણતરી સ્થળની અંદર તથા મતગણતરી સ્થળના કમ્પાઉન્ડમાં મોબાઇલ ફોન, વાયરલેસ સેટ કે સંદેશાવ્યવહારના અન્ય કોઇ ઉપકરણો લઇ જવા પર પ્રતિબંધ ફરમાવવા તથા વાહન સાથે પ્રવેશી શકાશે નહીં, તેમજ મતગણતરી કેન્દ્રમાં સક્ષમ અધિકારી તરફથી ઇસ્યૂ કરવામાં આવેલા પાસ સિવાય પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવવા બાબત.

  મતદાન પૂરું થવાના 48 કલાક પહેલા ચૂંટણી સંબંધિત જાહેરસભા બોલાવવા પર પ્રતિબંધ ફરમાવવા તેમજ મતદાન વિસ્તારમાં જાહેર જનતાને આકર્ષવાની દૃષ્ટિએ જાહેરમાં ગીત-સંગીતના જલસા, મનોરંજક કાર્યક્રમ યોજવા પર પ્રતિબંધ ફરમાવવા બાબત.

  ચૂંટણી પ્રચારના સમયગાળા દરમિયાન રાજકોટ જિલ્લામાં આવેલા બહારના રાજકીય પદાધિકારીઓ, ચૂંટણી પ્રચારકો, પક્ષના કાર્યકરો કે જે મતદાર વિભાગના ન હોય તેઓએ ચૂંટણી પ્રચારના અંત બાદ જે તે વિધાનસભા મતદાર વિભાગ છોડી જતા રહેવા બાબત.

  લોકપ્રતિનિધિત્વ અધિનિયમ કલમ-135(સી) મુજબ દારૂ અને નશાકારક ચીજોના વેચાણ પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ હોય મતદાન પૂરું થવાના 48 કલાક પહેલાથી મતદાન પૂરું થવા સુધીનો સમયગાળો અને મતગણતરીનો દિવસ ‘ડ્રાય ડે’ જાહેર કરવા બાબત.

  28 ઝોનલ ઓફિસરોને સ્પેશિયલ એક્ઝિક્યૂટિવ મેજિસ્ટ્રેટના પાવર અપાયા

  ભારતના ચૂંટણીપંચની સૂચના અનુસાર ફ્લાઇંગ સ્કવોડ અને સ્ટેટિક સર્વેલન્સ ટીમે તેમજ ઝોનલ ઓફિસરોએ એક્ઝિક્યૂટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં જ કાર્યવાહી કરવાની રહે છે તે માટે વિવિધ કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓને સ્પેશિયલ એક્ઝિક્યૂટિવ મેજિસ્ટ્રેટ તરીકે નિયુક્ત કરવાના પાવર્સ ગૃહ વિભાગ દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટને એનાયત કરવામાં આવ્યા છે. જે અધિકારની રૂએ ખાસ જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે ડો.રાહુલ ગુપ્તાએ 28 ઝોનલ અધિકારીઓને જસદણની પેટા ચૂંટણી માટે સ્પેશિયલ એક્ઝિક્યૂટિવ મેજિસ્ટ્રેટના પાવર એનાયત કર્યા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ