મિલકતોની આકારણી અંગે એપેલેટ અધિકારી મુકવા કરાયેલી માંગ

DivyaBhaskar News Network

Dec 07, 2018, 03:36 AM IST
Palitana News - latest palitana news 033557
પાલિતાણા બ્યુરો | 6 ડિસેમ્બર

પાલિતાણા નગરપાલીકામાં કાયદાની જોગવાઈનો ભંગ થયેલ હોય કાયદાનુસાર અેપલેટ અધિકારીની નિમણૂક કરવા રજુઆત કરાઈ છે. પાલિતાણા શહેરમાં દરવર્ષે આકારણી કરવાની જવાબદારી નગરપાલીકાને હોય છે. નવા મકાનો થયા હોય, દુકાનો-ધર્મશાળાઓ-તેમજ તેમા સુધારા કરવામાં આવેલ હોય તે મિલકતોની ચીફ ઓફીસરઅે આકારણી કરવાની હોય છે. તેમજ વાંધા માંગતી નોટીસો નગર પાલિકાએ એ આપેલ નથી વાંધા રજુ થાય તો વહિવટ કમિટીએ સંભાળવાના હોય પરંતુ પાલિતાણામાં કમિટીની રચના કરાઈ નથી. 31 જુલાઈ-2018 નિયત સમયમાં આકારણી થયેલ ન હોય કાયદાની જોગવાઈ મુજબ સરકાર દ્વારા ખાસ ફરજ પરનાં અધિકારીની નિયુક્તિ કરી આકારણી કરવી જોઈએ તેવી માંગણી વિરોધપક્ષ નેતા પ્રવિણભાઈ ગઢવી એ મુખ્યમંત્રીને કરી છે.

X
Palitana News - latest palitana news 033557
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી