મહુવા નગરપાલિકાના કામોમાં ગેરરીતિ અંગે તપાસ કરવા માંગ

નગર સેવકોએ તકેદારી આયોગને રજુઆત કરી પ્રથમ ટર્મમાં ભાજપ શાસિત પાલિકામાં ગેરરીતિના આક્ષેપ

DivyaBhaskar News Network | Updated - Dec 07, 2018, 03:16 AM
Mahuva News - latest mahuva news 031632
મહુવાના નગર સેવકોએ રાજ્યના તકેદારી આયોગના સચીવને સયુંક્ત રીતે પત્ર લખી મહુવા નગરપાલીકાની પ્રથમ ટ્રમની ભા.જ.પ. શાષિત હતી. તેમાં મોટા પાયે ગેરરીતિ થયાના આક્ષેપો કરી સઘન તપાસની માંગ કરી પગલા ભરવા રજુઆત કરતા જણાવેલ કે, આ ભ્રષ્ટાચારના કારણે નગર પાલીકાના હીતોની કાયમી ઘોરણે નુકશાન થશે.

નગર પાલીકાની પૂર્વ બોડીએ કરેલા ભ્રષ્ટાચારોની પોલ ખોલતા જણાવેલ કે, મહુવા નગર પાલીકની હદ બહાર શીવ નગરના રહેણાકીય મકાનોમાં વર્ષ 2016-17માં કોઇપણ મંજુરી કે ચાર્જ ભર્યા વીના ચેરમેન અથવા નગર સેવકના મોખીક હુકમથી નગર પાલીકાની મશીનરી અને કર્મચારી મારફત 72 જેટલા પાણીના જોડાણો આપવામાં આવ્યા છે.

ઈંટના ભઠ્ઠા તરીકે ઓળખાતા વિસ્તારમાં 46 જેટલા પાણીના કનકશનો લાઈનમેન અને વોટરર્વક એન્જીનિયરના રીપોર્ટ મુજબ ભુતપૂર્વ ચેરમેન તથા નેગર સેવક કિશોરભાઇ બી. મકવાણાના મોખીક હુમકથી તેમના સુપરવિઝનમાં જોડવામાં આવેલ છે.

આ બાબતે ટેક્સ સુપ્રી.ના જણાવ્યા મુજબ કિશોરભાઇ મકવાણા ટેક્સ ઓફીસમાં આવી પાણી ચાર્જના ફોર્મ રજુ કરી ટેક્સના ડીમાન્ડ પર કનેકશનો ચડાવવા જણાવેલ પરંતુ ફોર્મમાં નિયમ મુજબ ચાર્જ ભરેલ ન હોય પહોંચ કે આધારો રજુ કરેલ ન હોય વર્ષ 2018-19માં વસુલ લીધેલ છે જે પાલીકાના રેર્કોડ ઉપર છે.

નગર પાલીકા ના જનરલ બોર્ડના ઠરાવ નં.396 અને 374(55) મુજબ મેલડીમાતાના મંદિર થી ભોળાભાઇના ઘર સુધી અને શ્રીનાથજી બંગ્લોઝથી બાબુભાઇ રસવાળાના ઘર સુધી પાણીની પાઈપ લાઈન નાખવાનું ઠરાવેલ પરંતુ એન્જીનિયરના રીર્પોટ અનુસાર ચેરમેન તથા નગર સેવક ભાણાભાઇના મોખીક હુકમથી નગર પાલીકની હદ બહાર 100 મીટર પાઈપ લાઈન નાખવામાં આવેલ છે. ઉપરોક્ત તમામ બાબતો અંગે તા.3/10/18ની નગર પાલીકાની જનરલ સભામાં વિસ્તૃત દલીલો અને ચર્ચાઓમાં ભ્રષ્ટાચાર ખુલ્લો પડેલ હોય જેની તપાસની માંગ નગરસેવકોએ કરી છે.

X
Mahuva News - latest mahuva news 031632
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App