ગુણવત્તાને અસર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર ¿ ભાવનગર | 11 નવેમ્બર

રાજ્યમાંબીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયા બાદ શિક્ષકોને શૈક્ષણિક કામગીરી કરવાના બદલે ચૂંટણી કાર્યની તૈયારીમાં લાગી જવાનો �ઓર્ડર આવી ગયા દિવાળી વેકેશન પૂર્ણ થયા બાદ માંડ એક અઠવાડીયું વિત્યું છે ને શિક્ષકોને ચુંટણીની તૈયારીમાં લાગી જવાના �ઓર્ડર મી રહ્યાં છે અને બીએલ�ઓ સહીતની કામગીરી સોંપતા અને તેની શિબિરોમાં જવાનું હોવાથી શાળામાં શૈક્ષણિક કાર્ય ખોરંભે ચડી રહ્યું છે. એક બાજું શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે ત્યારે વર્ગખંડમાં શિક્ષણ કાર્યને ચૂંટણીની તૈયારીમાં લાગી જવાનું હોય બદલે શિક્ષણ બદલે શિક્ષકોને ગુણોત્સવની તૈયારીમાં લાગી જવું પડશે. જેથી વિદ્યાર્થી�ઓને અભ્યાસ વગર લાંબુ દિવાળી વેકેશન ભોગવવા મળશે.

રાજ્યમાં આવેલી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા�ઓમાં 6 નવેમ્બરને સોમવારથી દિવાળી વેકેશન બાદ બીજા સત્રના શિક્ષણ કાર્યનો આરંભ થયો છે તેમાં હવે ચૂંટણીની કામગીરી એવી છે કે સ્કૂલો શરૂ થઈ ગયા બાદ પણ શિક્ષણની કામગીરી થશે કે કેમ તેને લઈને પ્રશ્નાર્થ સર્જાયો છે. ભાવનગરમાંથી અગાઉ �ઓર્ડર પ્રકાશિત કરી પ્રાથમિક, માધ્યમિક અને કોલેજ કક્ષાના 72 શિક્ષકો અને બિન શૈક્ષણિક કર્મચારી�ઓને રેકવીઝેટ કરી લેવાયા હતા.

દરમિયાન ચૂંટણી અને કલેકટર વિભાગ દ્વારા શાળાના શિક્ષકોને ચૂંટણીની કામગીરીમાં લગાવાતા હવે છેક 18 ડિસેમ્બર સુધી શિક્ષકો કોઇને કોઇ કામગીરી વ્યસ્ત રહેશે. પરિણામે હજી સવા મહિનો શિક્ષણની ગાડી પૂર્ણપણે પાટે ચડશે નહીં. ચૂંટણીની કામગીરી પૂર્ણથયા બાદ સ્કૂલોમાં રાબેતા મુજબ શૈક્ષણિક કાર્યશરૂ થશે. દિવાળી વેકેશન બાદ તરતજ કામગીરીમાં લાગી જવા માટે શિક્ષકોને સૂચના આપવામાં આવી હોવાથી શિક્ષકોમાં રોષ ફેલાયો છે.

એક બાજું બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ રહ્યોછે અને વિદ્યાર્થી�ઓનો કોર્સ પૂરો કરવામાં મુશ્કેલી પડતી હોઈ ચૂંટણીના દિવસો વેડફાવાથી અભ્યાસ પર પણ આડઅસર જોવા મળશે.

સુપ્રીમની ગાઇડ લાઇન શું છે

વર્ગખંડમાંભણાવતા શિક્ષકોને કોઇ અન્ય કામગીરી સોંપી શકાતી નથી માત્ર વસ્તી ગણતરી અને ચુંટણીની રાષ્ટ્રીય કામગીરી સોંપી શકાય છે અને તે પણ વર્ગખંડમાં શિક્ષકોનો અભ્યાસ બગડે તેવી રીતે અભ્યાસના કલાકો બાદ સોંપી શકાય છે. પણ ચૂંટણીમાં ભાવનગરમાં તો શિક્ષકોને બીએલ�ઓ અને તાલીમની અનેક કામગીરી શિક્ષકોને સોંપવામાં આવી છે. મતદાનનો દિવસ કે મત ગણતરીનો એકાદ દિવસ હોય તો ઠીક પણ તો લાંબો સમય શિક્ષકોને કામગીરી સોંપવામાં આવતા બાળકોનો અભ્યાસ બગડશે તે નક્કી છે.

શિક્ષકોને ચૂંટણી કાર્યમાં : શિક્ષણ કાર્ય પર આડ અસર

અન્ય સમાચારો પણ છે...