તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિહિપ અને બજરંગદળ દ્વારા આજે મશાલ રેલી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અખંડભારત સ્મૃતિ દિવસ તા.14 ઓગસ્ટ નિમિત્તે બજરંગદળ દ્વારા ભાવનગર શહેરમાં મશાલ રેલી અને ત્રિશૂલ દીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. 15મી ઓગસ્ટે ભારતની આઝાદી સાથે પાકિસ્તાનનું નિર્માણ થયું અને 14મી ઓગસ્ટે ભારતમાતાના ટુકડા થઇ ગયા હતા. ખંડિત ભારત હિન્દુ સમાજને ક્યારેય મંજૂર નથી. જ્યાં સુધી અખંડ ભારતનું નિર્માણ નહીં થાય ત્યાં સુધી સ્વતંત્રતા અધુરી છે તેમ જણાવી વિશ્વ હિન્દુ પરિષદ, ભાવનગર શાખાએ જણાવ્યું છે કે વિચાર સાથે દર વર્ષે બજરંગ દળ દ્વારા ઉજવણી કરવામાં આવે છે.

વર્ષે તા.14 ઓગસ્ટને રવિવારે મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે મશાલ રેલીના પ્રસ્થા પૂર્વે બજરંગ દળના યુવાનો સેવા, સુરક્ષા અને સંસ્કારના ત્રિશુલ સાથે દીક્ષા ગ્રહણ કરશે.આ મશાલ રેલી હાદાનગર વિસ્તારમાં શિવશક્તિ સોસાયટી-1માંથી સાંજે 6 કલાકે મશાલ રેલીનું પ્રસ્થાન થશે જે શ્રદ્ધાનાથ મહાદેવ, શિવશક્તિ-2, મહાકાળી મંદિર, વેલનાથ ચોક, શાક માર્કેટ, મસ્તરામ ચોક, કેસરીયા હનુમાન, ડો.મહેતાનું દવાખાનું, રામજી મંદિર, કોળી જ્ઞાતિની વાડી, અને મોડર્ન સ્ટુડીયો થઇને પુન: શિવશક્તિ સોસાયટી-1માં આવી વિરામ લેશે. રેલીમાં મોટી સંખ્યામાં સમાજને હાજર રહેવા આહવાન કરાયું છે. કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ તેમજ અન્ય સંસ્થાઓના કાર્યકરો અને નગરજનો ઉપસ્થિત રહેશે.

મશાલ રેલી પૂર્વે ત્રિશૂલ દીક્ષા ગ્રહણ કરાશે

શહેરના હાદાનગર વિસ્તારમાં સાંજે 6 કલાકે મશાલ રેલીનું આયોજન કરાયુ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો