• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ટ્રાફિક પીએસઆઇ ગોંસાઇના વર્તનથી શ્રદ્ધાળુઓમાં આક્રોશ

ટ્રાફિક પીએસઆઇ ગોંસાઇના વર્તનથી શ્રદ્ધાળુઓમાં આક્રોશ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજેરથયાત્રામાં બંદોબસ્તમાં રહેલા ટ્રાફિક વિભાગના ઇન્સ્પેકટર ગોંસાઇએ રથયાત્રાના આયોજક હરૂભાઇ ગોંડલીયાની જીપની આડા ઉભા રહી જઇ અને ફરજ બજાવવાના નામે હેરાનગતિ શરૂ કરતા શ્રદ્ધાળુઓમાં રોષ વ્યાપ્યો હતો.

રથયાત્રાના વાહનના ચાલકોને ડ્રાઇવીંગ લાયસન્સ, અન્ય કાગળોના નામે અધિકારી સવારથી પરેશાન કરતા હતા તેમ યાત્રા સમિતિના સભ્યોએ જણાવ્યુ હતુ.

પોલીસ અધિકારી ગોંસાઇના વર્તનથી રથયાત્રાના બંદોબસ્તમાં ફરજ બજાવતા અન્ય ઉચ્ચ અધિકારીઓ ચોંકી ઉઠયા હતા અને ટ્રાફિકના અધિકારીને તાત્કાલિક બંદોબસ્તની ફરજમાંથી હટાવી લીધા હતા. તેજ રીતે સાંજે સંવેદનશીલ વિસ્તારમાંથી રથયાત્રા ઝડપથી પસાર થાય તે માટે પ્રોબેશન એસપી અજીત દાઠીયા દ્વારા વાહનચાલકો સાથે માથાકુટ કરાતા હરૂભાઇ ગોંડલીયાએ માઇક ઉપર રથયાત્રા નિયત સમયે પસાર થઇ જશે તેવી જાહેરાત કરી હતી.

કાગળિયાના નામે પરેશાન કરતા હોવાની રાવ

અન્ય સમાચારો પણ છે...