• Gujarati News
  • ટેટ 2ની પરીક્ષાના પ્રશ્નપત્રમાં છાપકામમાં અસંખ્ય છબરડા

ટેટ 2ની પરીક્ષાના પ્રશ્નપત્રમાં છાપકામમાં અસંખ્ય છબરડા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર.ભાવનગર. 26 જુલાઈ

ઉચ્ચત્તરપ્રાથમિક શાળામાં શિક્ષકોની ભરતી માટે આજે ટેટ-2ની પરીક્ષા લેવામાં આવી હતી તેમાં પેપરમાં છાપકામમાં અસંખ્ય ભુલો હોય પરીક્ષાર્થીઓ ચકરાવે ચડ્યા તેમજ પેર કાઢનારાની ટીખળ કરતા નજરે ચડ્યા હતા. જો પરીક્ષામાં ઉમેદવારને કાને બદલે કી લખાય જાય તો શિક્ષા સ્વરૂપે માર્ક કપાય જાય છે ત્યારે પેપર કાઢનારા કે છાપનારાને શું શિક્ષા થશે તે હવે જોવાનું રહ્યું.

આજે ભાવનગર શહેરમાં સવારે ટેટ-2ની પરીક્ષા લેવામાં આવી હતી જેમાં પેરના પ્રથમ વિભાગ, જનરલ કેટેગરીના પેપરમાં છાપકામની અસંખ્ય ભુલો નજરે ચડી હતી જેમ કે આશીર્વાદને બદલે આર્શીવાદ હતું !! બાળકના બદલે બાળકની છપાયુ઼. એક ખાલી જગ્યા હતી જેમાં હતુ કે ડીશીશ બીઇંગ સર્વ્ડ બાય કલા. તેમાં જે જવાબો હતા તેમાં બિઇંગ સર્વ્ડ પણ આપી દેવાયું હતુ. કુલ્લુ મનાલીને બદલે કુલ્લુ મુનાલી હતુ તો પંચગીનીને બદલે પંચોગીની છપાઇ ગયું હતુ. સાહિત્યકાર જોસેફ મેકવાને બદલે જોસોફ મેકવાન છપાયુ઼ હતુ. આવી ભુલોથી પેપર કાઢનારાની ભારે

...અનુસંધાનપાના નં.09



ટીખળકરતા સૌ કોઇ નજરે ચડતા હતા.

આજે પરીક્ષા લેવામાં આવી તેમાં ભાવનગરના કેન્દ્રોમાં કુલ 4524 ઉમેદવારો પૈકી 4340 ઉમેદવારો હાજર અને 184 ઉમેદવારો ગેરહાજર નોંધાયા હતા. જ્યારે બોટાદમાં કુલ 1790 ઉમેદવારો પૈકી 1728 હાજર અને 62 ઉમેદવારો ગેરહાજર નોંધાયા હતા. જેમાં ભાષામાં 901 પૈકી 860, ગણિત-વિજ્ઞાનમાં 78 પૈકી 77 અને સામાજિક વિજ્ઞાનમાં બોટાદમાં 811 પૈકી 791 ઉમેદવારો હાજર રહ્યાં હતા.

ભાવનગરમાં આજે ઘરશાળા ખાતે એક પરીક્ષાર્થીએ ખંડની બહાર પેપર લઇ ચાલ્યો ગયો અને ધમાલ કર્યાનું જાણવા મળ્યું છે અને તેનાથી અન્ય પરીક્ષાર્થીઓને ભારે હેરાનગતિ ભોગવવી પડી હોવાનું ઉમેદવારોએ જણાવી પરીક્ષાર્થીને કડક સજા કેમ કરાઇ તેવો પ્રશ્ન કર્યો હતો. જો કે અંગે ડીઈઓ કચેરી ખાતે કોઇ ફરિયાદ આવી નથી.

ભાવનગરમાં વિષયવાર પરીક્ષાર્થીઓ

વિષયહાજર ગેરહાજર કુલ

ભાષા 2135 87 2222

સામાજિક વિજ્ઞાન 1893 84 1977

ગણિત વિજ્ઞાન 312 13 325

કુલ 4330 184 4524

અમરેલીમાં બે ઉમેદવાર મોબાઇલ સાથે ઝડપાયા

આજેટેટ-2ની પરીક્ષામાં અમરેલીમાં બે ઉમેદવારો પરીક્ષા ખંડમાં મોબાઇલ સાથે લઇને ગયા હોય રંગે હાથ ઝડપાઇ ગયા હતા તે અંગે માહિતી આપતા અમરેલીના ડીઈઓ ડી.એન.ત્રિવેદીએ જણાવ્યું હતુ કે અમરેલીની કમાણી ફોરવર્ડ હાઇસ્કૂલના પરીક્ષા કેન્દ્રમાં ચાલુ પરીક્ષાએ ગૌરવભાઇ કઠેવાળ નામનો ઉમેદવાર અને કમાણી સાયન્સ કોલેજના કેન્દ્રમાં મયુર મોવાળીયા નામનો ઉમેદવાર પણ ચાલુ પરીક્ષાએ મોબાઇલ સાથે ઝડપાઇ જતા તે બન્નેને ગેરરીતિ બદલ ઝડપી લેવામાં આવ્યા હતા અને નિયમાનૂસાર કાર્યવાહી કરવામાં આવી હતી. અંગે ચર્ચાઇ રહ્યું છે કે તેમના મોબાઇલમાં આખા પેપર જવાબ સાથે હતા અંગે વધુ ઉંડી તપાસ હાથ કરવામાં આવે તો સત્ય બહાર આવશે.

ભાવનગરના કેન્દ્રોમાં કુલ 4524 ઉમેદવારો પૈકી 4340 ઉમેદવારો હાજર અને 184 ઉમેદવારો ગેરહાજર રહ્યા

છબરડો| પ્રથમ વિભાગ, જનરલના પેપરમાં અસંખ્ય ભૂલો