દારૂ તથા નાસતો આરોપી ઝડપાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગરભરતનગર સીંગલીયા બ્લોક નં.88 મેલડી માતાના મંદિર સામે રહેતા દિપક નરોત્તમભાઇ રાઠોડ તથા તેનો મિત્ર કૈલાશ દેવીરામ રાજાણી (રહે.ભરતનગર) બંને જણાએ ભાગીદારીમાં વિદેશી દારૂની રૂ.76,400ની કિંમતની 192 બોટલો તથા બિયરના ટીન નં.186નો મોટો જથ્થો મગાવી દિપકના ઘરે માલ રાખી ઇંગ્લિશ દારૂનું મોટા પ્રમાણમાં વેચાણ કરતા હોવાની બાતમીના આધારે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે રેડ કરી મોટો જથ્થો ઝડપી લીધો હતો. જ્યારે ધંધો કરતા બંને ઇસમો નાસી છુટ્યા હતા. જયારે મહુવામાં નાસતો ફરતો રાજુલાના ભેરાઇ ગામનો કુમાર રામભાઇને મહુવા પોલીસમાં એલસીબીએ ઝડપીને સોંપી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...