ભાસ્કર વિશેષ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
60વર્ષ પછી વૃદ્ધત્વની શરૂઆત થતા અવસ્થા માણસને કોરી ખાતી હોય છે, પરંતુ ભાવનગરના ડો. ઉમાકાંતભાઇએ 65 વર્ષની ઉંમરે માસ્ટર ઓફ લોની ડિગ્રી પ્રાપ્ત કરીને વડીલો માટે નવો કેડો કંડાર્યો છે. એલએલએમની ડિગ્રી મેળવવા ઉપરાંત તેઓએ સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન મેળવીને ગોલ્ડ મેડલ અંકે કર્યો છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.માં ઉમાકાંતભાઇ જોષીએ કાયદા વિદ્યાશાખાના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવીને સૌને ચૌંકાવ્યા હતા. ગુજરાતના તબીબોમાં સૌપ્રથમવાર એલએલએમ થઇને તેમણે ઇતિહાસ રચ્યો છે. તેઓ વ્યવસાયે તબીબ છે અને સવાર - સાંજ નિયમીત પોતાના ક્લિનિકે મળે છે. ઉપરાંત અન્ય સમયમાં અનેક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. જિલ્લા હોમગાર્ડમાં કંપની કમાન્ડર રેન્ક ધરાવે છે, યુનિ.ના નૈસર્ગિક ચિકિત્સા વિભાગમાં પ્રોફેસર અને હેડ ઓફ ડિપાર્ટમેન્ટ તરીકે માનદ્ સેવા ...અનુસંધાનપાના નં.09

બજાવેછે. તેમજ ઓલ ઇન્ડિયા આયુર્વેદ કોંગ્રેસ, એકેડેમી ઓફ આયુર્વેદ રિસર્ચ, એકેડેમિક પ્લાનિંગ બોર્ડના સભ્ય તરીકે પણ કાર્યરત છે. મોટી ઉંમરે નિષ્ક્રિય રહેતા વડીલો માટે તેમનું જીવન પ્રેરણાદાયી છે.

વૃદ્ધત્વ પાણી ભરે| રાજયનાં તબીબોમાં સૌપ્રથમ LLMની ડિગ્રી પ્રાપ્ત કરી

અનેક એવોર્ડથી સન્માનિત

ડો.જોષીએતેની કારકિર્દી વિદ્યાર્થી અવસ્થાથી એવી ઘડી છે કે તેમણે ઇ.સ. 1972થી અત્યાર સુધીમાં સંખ્યાબંધ એવોર્ડઝ મેળવ્યા છે. જેમાં ધન્વન્તરી એવોર્ડ, વૈદ્ય મહારથી, ગુજરાત રાજયનું મુખ્યમંત્રી સન્માન, શ્રેષ્ઠ સેવા પુરસ્કાર, આદર્શ પ્રોફેસર સહિતના સન્માન પ્રાપ્ત કર્યા છે.

^તેમણે એલએલબી પણ મોટી ઉંમરે પૂર્ણ કર્યું છે. 2007ની સાલમાં તેમનામાં એક કોલેજિયનને શરમાવે તેવી સ્ફૂર્તિ જોવા મળતી હતી. આમ પણ તેઓ એક અભ્યાસક વિદ્યાર્થી બની રહ્યાં છે, તેમાં કયાંય પણ ઉંમર બાધક નીવડી નથી. > ડો.જે.એ.પંડ્યા,,પ્રિન્સીપાલ,લો કોલેજ

57 વર્ષે એલએલબી કર્યું હતું

^શિક્ષણ પ્રાપ્ત કરવાની કોઇ ઉંમર હોતી નથી. એટલે 50 વર્ષની વય વટાવ્યા બાદ પણ મેં ભણવાનું શરૂ રાખ્યું છે. આગામી દિવસોમાં ભણતર શરૂ રાખીને છેલ્લા શ્વાસ સુધી નવું નવુું શીખવાનો મેં સંકલ્પ કર્યો છે. શિક્ષણથી નવી દ્રષ્ટિ ખૂલે છે અને આમે જિંદગી રોજ નવા પાઠ શીખવે છે ને. કહેવાય છે કે એવી રીતે ભણવું કે હજી ઘણું જીવવાનું છે અને એવી રીતે ધર્મનું આચરણ કરવું કે કાલે આયુષ્ય પુરૂ થઈ જવાનું છે. > ડો.ઉમાકાંતભાઇજોષી, તબીબ

65 વર્ષની ઉંમરે માસ્ટર ઓફ લૉમાં યુનિ. પ્રથમ

અન્ય સમાચારો પણ છે...