એક સાથે 7500 ટનનું કામ થઇ શકશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારમાસીગણાતા ભાવનગરની એક સમયે કથળી ગયેલી વ્યવસ્થાને કારણે અહીં તાળા લાગી જશે તેવી દહેશત ઉભી થઇ હતી, પરંતુ જીએમબીના યોગ્ય પગલાથી બંદર ધમધમતુ થઇ ગયુ છે. નવાબંદર પરની કોંક્રિટ જેટીનું વિસ્તરણ થવાથી એક સાથે 5 બાર્જનું કામ થઇ શકે છે અને 7500 ટન કાર્ગો એક ટાઇડમાં લોડિંગ- અનલોડિંગ થઇ રહ્યું છે.

ભાવનગર બંદર પર કોંક્રિટ જેટી 270 મીટરની હયાત હતી, તેનું મરામત કામ અને વિસ્તરણ કરવામાં આવ્યું છે. 36.25 મીટર જેટીનો વિસ્તાર કરાયા બાદ હવે કોંક્રિટ જેટી 306 મીટરની થઇ ગઇ છે. ઉપરાંત નોર્થ ક્વે પણ 141 મીટરનું છે, જ્યાં પણ કાર્ગો મુવમેન્ટ કરવામાં આવી રહી છે.

ભાવનગર બંદર પર પ્રથમ ત્રણ માસમાં 7.50 લાખ ટન કાર્ગો લાવવામાં આવ્યો છે. બંદરમાં આવતા કાર્ગોને લાવવા લઇ જવા માટે ટ્રક પરિવહનને સગવડતા રહે તે માટે તમામ ઇન્ટરનલ રોડ પહોળા અને સિમેન્ટ કોંક્રિટના બનાવવામાં આવ્યા છે. ભાવનગર બંદર પર મુખ્યત્વે કોલસાનો કાર્ગો આવી રહ્યો છે અને કોલસો લોડ કરી બહાર જતા તમામ ટ્રકને વોશિંગ પ્લેટફોર્મમાંથી પસાર કરવામાં આવે છે જેથી આપોઆપ તમામ ટાયર ચોખ્ખા થઇ જાય છે અને કોલસાની રજકણો ટ્રક દ્વારા ઉડતી નથી. જ્યારે સમગ્ર પોર્ટની ફરતે 5.50 મીટર ઉંચી કમ્પાઉન્ડ વોલ અને ઉપરની બાજુએ પતરા ફિટ કરવામાં આવ્યા છે જેથી બંદર પરિસરની આજુબાજુના વિસ્તારને કોઇ પર્યાવરણના પ્રશ્નો ઉદ્ભભવે નહીં. આગમી દિવસોમાં કોલસાના કાર્ગો માટે 50 હજાર ચોરસ મીટરના 5 પાકા પ્લેટફોર્મ બનાવવામાં આવશે. ઉપરાંત મેઇન ગેટ પર 6.50 મીટર ઉંચી સીક્યુરીટી કેબિન બનાવી અને તેમાં સેન્સર, કેમેરા ફિટ કરવામાં આવી રહ્યા છે.

36.25 મીટર કોંક્રિટ જેટીનું વિસ્તરણ થવાથી વધુ કાર્ગોનું હેન્ડલિંગ કરી શકાશે

પોર્ટ ડેવલપમેન્ટ | એક સમયે મૃત:પાય બનેલું ભાવનગર બંદર પુન: ધમધમતુ થયુ

બંદરના વિકાસ માટે GMB સતત પ્રયત્નશીલ

^ગુજરાતમેરિટાઇમબોર્ડ ભાવનગર બંદરના વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. કોંક્રિટ જેટીનું વિસ્તરણ, સિક્યુરીટી સેન્સર, આરસીસી રોડ, 5.50 મીટર ઉંચી કમ્પાઉન્ડ વોલ, ટ્રક વોશિંગ પ્લેટફોર્મ સહિતની સવલતો ઉપલબ્ધ બનાવવામાં આવી છે, અને હજુ વધુ સવલતો લાવવા માટે અમે પ્રયાસરત છીએ. > કેપ્ટનસુધિર ચઢ્ઢા, પોર્ટઓફિસર, ગુજરાત મેરિટાઇમ બોર્ડ, ભાવનગર બંદર

અન્ય સમાચારો પણ છે...