• Gujarati News
  • ડિપ્લોમા ટુ ડિગ્રીની 64.66 % બેઠકો ખાલી

ડિપ્લોમા ટુ ડિગ્રીની 64.66 % બેઠકો ખાલી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતરાજ્યમાં ડિગ્રી એન્જિનિયરિંગમાં મોટી સંખ્યામાં બેઠકો ખાલી રહ્યા પછી ડીપ્લોમા ટુ ડીગ્રી એન્જિનિયરિંગમાં પ્રથમ રાઉન્ડના અંતે 38,537 બેઠકોમાંથી 24,919 બેઠકો ખાલી રહેતા સત્તાવાળાઓ ચોંકી ઉઠયા છે. રાજ્યમાં ડિપ્લોમા ટુ ડિગ્રી એન્જિનિયરિંગમાં કુલ 38,537 બેઠકો આવેલી છે અને પ્રથમ રાઉન્ડના અંતે 16,195 વિદ્યાર્થીઓનો મેરિટમાં સમાવેશ કરવામાં આવ્યો હતો અને તેમાંથી 13,608 વિદ્યાર્થીઓને પ્રવેશ એલોટ કરવામાં આવ્યો છે. આથી હવે 24919 બેઠકો ખાલી રહી છે. જે વિદ્યાર્થીઓને બેઠક એલોટ કરવામાં આવી છે તેમણે આગામી 27થી29 જુલાઇ 2015 સુધી ફી ભરીને પ્રવેશ કન્ફર્મ કરાવવાનો રહેશે. જે વિદ્યાર્થીઓ ફી નહીં ભરે તેમનો પ્રવેશ આપોઆપ રદ થશે. જ્યારે જે વિદ્યાર્થીઓએ ફી ભરી હોય પરંતુ પાછળથી પ્રવેશ રદ કરાવવા માંગતા હોય તેમણે એસીપીસીની કચેરીએ જાતે જઇને પ્રવેશ રદ કરાવવાનો રહેશે. 30 જુલાઇના રોજ પ્રથમ રાઉન્ડના અંતે ખરેખર કેટલી બેઠકો ખાલી રહી તેની વિગતો જાહેર કરવામાં આવશે.