આજે 181 શતાયુ વૃદ્ધોનું સન્માન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રા. રિપોર્ટર, ભાવનગર. 26 જૂલાઇ

ભાવનગરિજલ્લાના 100 વર્ષથી વધુ આયુષ ધરાવતા 181 વૃધોનંુ સન્માન કરાશે. ઉપરાંત પૂર્વ પદાધિકારીઓ સહિત કુલ 343 સદસ્યોનો સન્માન સમારોહ તા. 27/7/15, સોમવારે સવારના 9 કલાકથી શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાના અધ્યક્ષ સ્થાને યશવંતરાય નાટ્યગૃહ, ભાવનગર ખાતે યોજાશે.

ભાવનગર િજલ્લા પંચાયતના વહીવટી તંત્ર દ્વારા સન્માન સમારોહ યોજાશે. જેમા પંચાયતમાં હોદ્દો ભોગવનાર 102 પૂર્વ પદાિધકારીઓ, એકસો વર્ષની ઉમંર વટાવી જનારા 181 વૃધ્ધો તેમજ સ્વાતંત્રય સેનાની 40 નાગરિકોનંુ સન્માન કરાશે, વધુમાં 17 પૂર્વ ધારાસભ્ય તેમજ 3 પૂર્વ સાંસદ સભ્યોનંુ પણ વેળાએ સન્માન કરવામાં આવશે. પ્રસંગે સવારે દિપ પ્રગટય બાદ સ્વાગત પ્રવચન, મહેમાનોનંુ સ્વાગત, વિકાસ કામોનંુ લોકાપર્ણ બાદ પ્રાસંગિક પ્રવચનો યોજાશે.ત્યાર બાદ મહાનુભાવોનંુ સન્માન, પ્રતિભાવ સહિત વિવિધ કાર્યક્રમમોનંુ આયોજન કરાયંુ છે.

વહીવટી તંત્ર દ્વારા રૂણ સ્વિકારના પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે વિધાનસભાના ઉપાધ્યક્ષ આત્મારામ પરમાર, મંત્રી પરસોત્તમ સોલંકી, રજની પટેલ, શામજી ચૌહાણ તેમજ વિશેષ ઉપસ્થિતિમાં સંસદ સભ્ય ભારતીબેન, મનસુખભાઇ, નારણભાઇ તથા ધારાસભ્ય ભાવનાબેન મકવાણા, શીવાભાઇ ગોહિલ, કેશુભાઇ નાકરાણી, પ્રવિણભાઇ રાઠોડ, વિભાવરીબેન વાઘાણી અને જીતુ વાઘાણી ઉપસ્થિત રહેશે. પ્રસંગે ઉપસ્થિત રહેવા િજલ્લા પંચાયત પ્રમુખ વિમળાબેન બગડિયાએ અનુરોધ કર્યો છે. કાર્યક્રમની સફળતા માટે ડીડીઓ આયુષ ઓક, નાયબ ડીડીઓ એચ.કે.જોષી, સી. સી. પટેલ સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.

સમારોહ | વહીવટી તંત્ર દ્વારા યશવંતરાય નાટયગૃહમાં કાર્યક્રમ

િજલ્લા પંચાયતના 102 પૂર્વ પદાધિકારીઓ, 40 સ્વાતંત્રય સેનાની સહિત 343 લોકોનંુ સન્માન થશે

અન્ય સમાચારો પણ છે...