આરોગ્ય સેવા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેલ્થ રિપોર્ટર.ભાવનગર.26 જુલાઈ

ભાવનગરસર ટી હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દી�ઓને સામાન્ય રીતે દવાઓ સરકાર તરફથી મફત મળે છે. પરંતુ બહારથી મંગાવવામાં આવતી દવાઓમાં રોગી કલ્યાણ સમીતી એવા દર્દીઓને મદદ કરે છે જેમની પાસે ગરીબ હોવાનો કોઇને કોઇ આધાર છે. પણ એવા દર્દી�ઓનું શું કે જેમની પાસે બીપીએલથી માંડીને કોઇ કાર્ડ કે પ્રમાણપત્ર નથી છતાં તે ખરેખર ગરીબ છેω તમે ખરેખર આવી સ્થિતિમાં છો તો સદવિચાર સેવા સમીતી તમને મદદ કરી શકે છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સર ટી હોસ્પિટલના પરિસરમાં સદવિચાર સમીતી એક એવી સંસ્થા છે જે તેની વિવિધ સેવાઓ સાથે દર્દી�ઓને પોતાના ખર્ચે દવા લાવી આપવાની સેવા પણ કરે છે. જેલોકો પાસે સરકારની વિવિધ યોજનાના કોઇ કાર્ડ નથી કે અન્ય કોઇ સહાય મેળવવા માટે કોઇ આધાર નથી એવા દર્દી�ઓને અહીથી સહાય મળે છે.

વધુને વધુ લોકોને મદદ કરવાનો પ્રયાસ

^દર્દી�ઓનેઅમેજે કંઇ સહાય કરીએ છીએ તે દાતાઓ પાસેથી આવે છે. અમે સેવાનું એક માધ્યમ છીએ. હાલ મહિને સરેરાશ 100 જેટલા દર્દીઓને મદદ કરવાની અમને તક મળે છે. માટે મહિને 80થી 90 હજાર રૂપિયા વપરાય છે. અમે દવા બહારથી ખરીદીને લાવી આપીએ છીએ. અમને ફાર્મસીનું લાયસન્સ મળે તો અમે પોતે દવા રાખી શકીએ અને રીતે દવા સસ્તી પડે માટેના અમારા પ્રયત્નો ચાલુ છે. > સંદીપશાહ,પ્રમુખ, સદવિચારસેવા સમિતી

સહાય મેળવવા ડોક્ટરનું પ્રીસ્ક્રીપ્શન જરૂરી

^સમીતીનોસિદ્ધાંતછે કે જે ખરેખર જરૂરિયાતમંદ છે તેને કોઇ પણ રીતે યોગ્ય સહાય મળવી જોઇએ. કોઇ પણ કાર્ડ કે આધાર હોય તો પણ તે વ્યક્તિ ખરેખર ગરીબ અને દવા લાવવા માટે સક્ષમ છે નહીં તેની ખાતરી કરીને આમે તેને દવા લાવી આપીએ છીએ. તે માટે ડોક્ટરનું પ્રીસ્ક્રીપ્શન જરૂરી છે અને તે સીવીલ હોસ્પિટલમાં દાખલ થયેલ હોવા જોઇએ. > રાજુભાઈભટ્ટ, મેનેજરસદવિચાર સેવા સમિતિ

BPL કાર્ડ વગર પણ મળશે દવાની સહાય

અન્ય સમાચારો પણ છે...