સગીરાની છેડતી કર્યાની ફરિયાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | મહુવાના વાઘનગર ગામે વાડી િવસ્તારમાં રહેતી 15 વર્ષની સગીરા તેન ઘરે જતી હતી ત્યારે આજ ગામના હિંમત પ્રેમજી સોલંકી તથા મુન્નો રમેશભાઇ પરમાર અને એક અજાણ્યા શખ્સે તેનો પીછો કરી હિંમતે રૂ.20ની નોટમાં લખી ફોન કરવાનું કહેતા સગીરાએ ના પાડી હતી. જે અંગે ત્રણેય શખ્સોએ સગીરાનું બાવડું પકડી શારીરિક અડપલા કરી નાસી છૂટ્યા હતા. બનાવ અંગે સગીરાએ મહુવા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે પોસ્કો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...