તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સનાતન ધર્મ સમિતિ દ્વારા આજે મહાસંકલ્પ રેલી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સનાતનધર્મ ઉત્કર્ષ સમિતિ ભાવનગરનાં ઉપક્રમે દેશનાં તમામ સમાજની એકતા માટે આગામી તા.18-9-16ને રવિવારે મહાસંકલ્પ રેલીનું આયોજન કરાયું છે. મહાસંકલ્પ રેલીનું રવિવારે એ.વી.સ્કૂલ ગ્રાઉન્ડથી સાંજે 4 કલાકે પ્રસ્થાન થશે. જે હલુરીયા (રાજ્યગુરૂ) ચોક થઈ ઘોઘાગેઈટ સુધી જશે જ્યાં શહીદ રાજ્યગુરૂ અને શહીદ ભગતસિંહને પુષ્પાંજલિ અપાશે. રેલીમાં સંતો-મહંતો, સર્વ જ્ઞાતિનાં આગેવાનો જોડાશે. એકંદરે રેલીમાં અંદાજે 10,000 લોકો જોડાવાનો અંદાજ છે. ઘોઘાગેઈટ ખાતે શહીદોને પુષ્પાંજલી અર્પી રેલી સભાનાં રૂપમાં ફેરવાશે અને સામુહિક સંકલ્પ લેવાશે. અવસરે પૂ. સીતારામ બાપુ, પૂ. રામકૃષ્ણ શાસ્ત્રીજી, પૂ.રામચંદ્ર દાસજી, પૂ.રમેશભાઈ શુકલ વિગેરેની નિશ્રામાં પૂ.આત્માનંદ સરસ્વતીજી સંકલ્પ લેવરાવશે. રેલીમાં ભાવેણાના બ્રહ્મસમાજ ના ભુદેવો, પિતાંબર અને ધોતી, ઝભ્ભોના પરંપરાગત પહેરવેશ પહેરીને પગપાળા જોડાશે. ડી.જે.ના સાઉન્ડમાં મંત્રોચ્ચાર પણ ગુંજશે.

અન્ય સમાચારો પણ છે...