ઢોરના િનયંત્રણ માટે અંતે જાહેરનામું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈન્વેસ્ટીગેશન રિપોર્ટર ¿ ભાવનગર | 17 સપ્ટેમ્બર

જાહેરરસ્તાઓ પર રખડતા ઢોરના ત્રાસથી નગરજનો પરેશાન છે અને અદાલતે પણ તંત્રવાહકોની લેફ્ટ રાઈટ લીધી છે ત્યારે તંત્રને પણ જવાબદારીનું ભાન થયું હોય તેમ ઢોર પકડવાની કામગીરી તેજ બનાવી જાહેર જગ્યાઓ પર રખડતા પશુઓ બાબતે અધિક િજલ્લા મેજીસ્ટ્રેટે જાહેરનામુ બહાર પાડ્યું છે.

ભાવનગર શહેરને તંત્રની બેદરકારીને કારણે ઢોરનગર બનાવી દીધુ છે રસ્તા પર રખડા ઢોર રેઢીયાળ ઢોરને કારણે રોજબરોજની અકસ્માતની ઘટનાઓ બની રહી છે. સાપસીડીની માફક લોકો રસ્તા પર વાહનો ચલાવે છે. રખડતા ઢોરના પ્રશ્નના હલ માટે સૌરાષ્ટ્ર સમાચારે પણ તાજેતરમાં કોર્પોરેશનના અધિકારી-પદાધિકારી, માલધારી સમાજનાં આગેવાન, જીવદયા પ્રેમી સહિતનાનો ટોક શો પણ યોજાયો હતો. અને સમયાંતરે રખડતા ઢોરથી ત્રસ્ત પ્રજાજનોની વેદના વાચા પણ પ્રસિદ્ધ કરી તંત્રના કાન આમળ્યા છે. ત્યારે આજે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.પી. ચૌધરીએ જાહેર સ્થળો પર રખડતા ઢોર બાબતે જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું છે.

પ્રસિદ્ધ કરેલા જાહેરનામામાં પશુપાલક, માલધારી, ગોપાલકો તથા પશુ માલિકોએ પોતાની ગાયો, ભેંસો અને ઢોરોને પોતાની માલિકીની જગ્યામાં રાખવા અને જાહેર જગ્યાએ છુટા નહીં મુકવા તેમજ જો માલિકીના પશુઓ જાહેર રસ્તાઓ અને જાહેર જગ્યાએથી પકડાશે તો દંડનીય કાર્યવાહી કરવાનું પણ જણાવ્યું છે.તદ્દઉપરાંત પશુ માલિકોએ ગાયોના નવા જન્મેલા વાછરડાનું કોર્પોરેશનના વેટરનરી િવભાગને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. અને જાહેર માર્ગ પર ઘાસચારો વેચવા પરપણ પ્રતિબંધ ફરમાવ્યો છે.

તસવીર - અજય ઠક્કર

માલિકીના ઢોર રસ્તા પરથી પકડાશે તો દંડનીય કાર્યવાહી

કાર્યવાહી ગતિમાં| રેઢિયાળ ઢોર બાબતે તંત્ર હરકતમાં આવ્યું

અન્ય સમાચારો પણ છે...